Gujarat

ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી

By GS TEAM
5 Apr 20261 min read
ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી

- તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનમાં હાજર થવા સૂચના 

- જિલ્લામાં લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને વિવિધ સ્ટેશનોમાં જવાબદારી સોંપાઈ

નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લાના પોલીસ તંત્રમાં વ્યાપક ફેરબદલ કરવામાં આવ્યો છે. ૧૨ બિન-હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની બદલીના આદેશ સાથે લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલા અધિકારીઓને મહત્વના પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં નિમણૂક આપી તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે. 

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકદ્વારા વહીવટી સુધારણાના ભાગરૂપે ૧૨ બિન-હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરોની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ ફેરફારમાં લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને જિલ્લાના મહત્વના મથકો પર મુકવામાં આવ્યા છે, જેમાં પી.આઈ. જાદવને મહુધા, એમ.જે. બારોટને એલ.આઈ.બી. શાખા, બી.પી. પટેલને ડાકોર અને એ.જી. રાઠોડને મહેમદાવાદની જવાબદારી સોંપાઈ છે. એમ.આર. બારોટને નડિયાદ રૂરલ અને ડી.ડી. શીમ્પીને એસ.ઓ.જી.માં મુકાયા છે.

અન્ય બદલીઓમાં કપડવંજ ટાઉનના જે.ડી. દેવડાને માતર, મહુધાના આર.કે. ગોહીલને કઠલાલ, જ્યારે ચકલાસીના એસ.કે. કાંબડને સેવાલીયા મોકલવામાં આવ્યા છે. મહેમદાવાદના આર.આઈ. સોલંકીને કપડવંજ ટાઉન અને સેવાલીયાના એ.આર. ઝાલાને સાયબર ક્રાઈમમાં નવી નિમણૂક અપાઈ છે. નડિયાદ રૂરલના જે.એચ. વાધેલાને વડતાલ ખાતે ખસેડાયા છે. તમામ અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક ચાર્જ સંભાળવા અને તે અંગેનો અહેવાલ કચેરીએ રજૂ કરવા કડક સૂચના આપવામાં આવી છે.