Get The App

વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
વાઘોડિયા રોડ પર મોપેડ શોરૂમ સંચાલકના ઘરમાં 12 હજારની ચોરી 1 - image

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલ મનોરથ ટેનામેન્ટમાં તસ્કરોએ મોપેડ શોરૂમ સંચાલકના મકાનને નિશાન બનાવી રોકડા રૂ. 12 હજારની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

મનોરથ ટેનામેન્ટમાં રહેતા અતુલભાઈ બારીયા મોપેડનો શોરૂમ ધરાવે છે. ફરિયાદ મુજબ, 11 ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ અને તેમની પત્ની મકાનના મુખ્ય દરવાજાને તાળું મારી બાપોદ જકાતનાકા પાસે રહેતા માતા-પિતાના ઘરે ગયા હતા. અંદાજે 45 મિનિટ બાદ પરત ફરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.

ઘરમાં પ્રવેશતા સોકેસ અને રસોડામાં સામાન વેરવિખેર હાલતમાં હતો. હોલમાં રહેલા સોકેસમાંથી રૂ. 12 હજાર રોકડ ગુમ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. 

લગ્ન પ્રસંગે તિલકવાડા રોકાણ હોવાના કારણે પોલીસ ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું જણાવ્યું છે.

ફરિયાદના આધારે કપૂરાઈ પોલીse અજાણ્યા તસ્કર સામે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.