Gujarat

ખેડા જિલ્લામાં કોરોનાથી આધેડ મહિલાનું મોત નડિયાદના 7 સહિત કુલ 12 કેસ નોંધાયા

By GS Team
20 Jul 20202 mins read
This article was originally published on 20 Jul 2020
ખેડા જિલ્લામાં કોરોનાથી આધેડ મહિલાનું મોત નડિયાદના 7 સહિત કુલ 12 કેસ નોંધાયા

નડિયાદ, તા. 20 જુલાઈ 2020, સોમવાર

ખેડા જીલ્લામાં સતત કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થયો  છે. જીલ્લામાં આજે બાર જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. જ્યારે એક આધેડ મહિલાનું મોત નિપજ્યું છે. હોસ્પિટલની ઉતાવળને કારણે આ મોત થયું હોવાના આક્ષેપો પણ પરિવારજનોએ કર્યા છે. આજે જીલ્લાના વડા મથક નડિયાદ શહેરમાં ૅસાત કોરોના પોઝીટીવ કેસો આવતાં શહેરના કેટલાક વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી હાથ ધરાઈ હતી. 

આ ઉપરાંત ઉત્તરસંડા, નાની ખડોલ, કણજરી, અને ખેડામાં એક-એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયા  છે. જીલ્લામાં કુલ પોઝીટીવ દર્દીનો આંક ૫૧૭ પર પહોંચ્યો છે. 

આજે ચૌદ કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચતા જિલ્લામાં સાજા થયેલા દર્દીઓનો આંક ૧૯૪  પર પહોંચ્યો છે.

ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલી કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી આજે  ૧૪ કોરોના પોઝીટીવ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં જયંતકુમાર ભટ્ટ ઉં.૭૭,અબ્દુલરસીદ વ્હોરા ઉં.૬૮, મહંમદરફીક જી મલેક ઉં.૬૦, વિકાસ ઠાકોર ઉં.૪૧, કાન્તાબેન પ્રજાપતિ ઉં.૬૬, ઓગસ્ટીનભાઇ ઠાકોર ઉં.૬૮, ઉર્વિશભાઇ કે શાહ ઉં.૪૪, મિસ્ત્રી શૈલેષભાઇ ઉં.૫૨, જીતેન્દ્રભાઈ દેસાઈ ઉં.૬૬, ગૌતમભાઇ બ્રહ્મભટ્ટ, નિરવ ઠક્કર, સુરેશભાઇ નાલવૈયા, રમેશભાઇ રમણભાઇ પટેલ, વિમલબેન પંડયાને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આજે  ઉપરોક્ત વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલના સ્ટાફે ફુલ અને તાળીઓના ગડગડાટ  સાથે હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.

નડિયાદ શહેર તાલુકાના કોરોનાના દર્દીઓ

* પુરૃષ ઉં.વ. ૬૪ સલુણબજાર, રાણા ફળિયુ, નડિયાદ

* પુરૃષ ઉં.વ. ૬૯ જનતાનગર, રામતલાવડી, નડિયાદ

* પુરૃષ ઉં.વ. ૫૫ દરજી ફળિયુ, કાછીયાવાડ, નડિયાદ

* રમેશભાઇ રાણા - ઉં.વ. ૭૧ ગાયત્રી નિવાસ, સલુણ દરવાજા , નડિયાદ

* પ્રકાશભાઇ પરીખ, ઉં.વ. ૬૮ મંદિરવાળી પોળ, સાંથ બજાર, નડિયાદ

* રંજનબેન દરજી, ઉં.વ. ૬૭ શેઠ પોળ, અમદાવાદી બજાર, નડિયાદ

* પીનાકીનભાઇ રાવલ, ઉં.વ. ૪૫ રણમુક્તેશ્વર સોસાયટી, નડિયાદ

* પુરૃષ ઉં.વ. ૬૮ અંબિકા નગર સોસાયટી, ઉત્તરસંડા

* પુરૃષ ઉં.વ. ૫૪ જૈન દેરાસર પાસે, ઠાકર ફળિયું નરસંડા

* પુરૃષ ઉં.વ. ૫૬ કુંભારીયા વિસ્તાર, નાની ખડોલ

* અબ્દુલસત્તારવ્હોરા, ઉં.વ. ૭૪ આઝાદચોક, કણજરી

ખેડા શહેરમાં નોંધાયેલા કોરોનાના દર્દીઓ

* જયાબેન કાંતીભાઈ કા.પટેલ ઉં.વ. ૬૯, કાછીયા શેરી પરા દરવાજા ખેડા

* રાકેશકુમાર દરજી,ઉં. ૫૫, દરજીફળીયુ,કાછીયાવાડ