Get The App

આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ 1 - image

શહેરની ૧૧૦ ખાનગી શાળામાં ધો.૧માં પ્રવેશ માટે

પેન્ડીંગ રહેલ ૫૫ એડમીશન માટે તા.૧૫ સુધી મુદત લંબાવાઇ ઃ કુલ ૪૧૪૭ અરજી આવી હતી

ભાવનગરઆરટીઇ હેઠળ શહેરની ૧૧૦ શાળામાં ધો.૧માં પ્રવેશ મેળવવા ૪૧૪૭ અરજી આવી હતી જેમાંથી એપ્રુવ થયેલ ૩૪૪૫ પૈકી અગ્રતા ક્રમની યાદી મુજબ ૧૧૨૫ જગ્યા માટે શાળા ફાળવણી કરાઇ હતી અને આજ પર્યત ૧૦૬૬ એડમીશન કન્ફોર્મ થયા છે. જ્યારે બાકીના માટે તા.૧૫ સુધી પ્રવેશ પ્રક્રિયા લંબાવાઇ હોવાનું જણાયું છે.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં ધો.૧ થી ૮ સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવા નિયત કેટેગરી અને જરૃરીયાતમંદોના બાળકો માટે પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૃ કરાઇ હતી. ભાવનગર શહેરની ૧૧૦ ખાનગી શાળામાં ૨૫ ટકા સીટ લેખે કુલ ૧૧૨૫ જગ્યા આરટીઇ હેઠળ ભરવાપાત્ર બની હતી. જ્યારે ફોર્મ ભરવામાં શહેરમાંથી કુલ ૪૧૪૭ ફોર્મ ઓનલાઇન ભરાયા હતાં જેમાંથી ૩૪૪૫ ફોર્મ એપ્રુવ થયા હતાં. જ્યારે ૨૮૭ રદ્દ થવા પામ્યા હતાં. આ એપ્રુવ થયેલ ફોર્મ બાદ નિયત અગ્રતા ક્રમની યાદી મુજબ ૧૧૨૫ જગ્યા માટે પસંદ કરેલ શાળામાં ફાળવણી કરાઇ હતી. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કન્ફોર્મ કરવાની છેલ્લી તા.૧૨ મે હતી. જો કે, બાકી રહી ગયેલ અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીને ધ્યાને રાખી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરી શાળામાં પ્રવેશ મેળવવા તારીખ લંબાવી ૧૫મી મે સુધીમાં પ્રવેશ કન્ફોર્મ કરાવી શકાશે. જો કે, હજુ ૫૫ ઉમેદવારોએ પ્રવેશ કન્ફોર્મ કરાવેલ નથી તો ૪ પ્રવેશ રદ્દ થયેલ છે. આમ ૧૫મી સુધીમાં જે પ્રવેશ બાકી રહેશે તેના માટે બીજા રાઉન્ડમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.