Gujarat

નડિયાદની જીઆઇડીસીની 1 ખાનગી કંપનીમાં વીજકરંટ લાગતા 1 નું મોત

By GS Team
5 Jul 20201 min read
This article was originally published on 5 Jul 2020
નડિયાદની જીઆઇડીસીની 1 ખાનગી કંપનીમાં વીજકરંટ લાગતા 1 નું મોત

નડિયાદ, તા. 5 જુલાઈ 2020, રવિવાર

નડિયાદ શહેરમાંના જી.આઇ.ડી.સીમાં આવેલ એક કંપનીના કામદારનુ  સ્વીચબંધ કરવા જતા કરંટ લાગતા મૃત્યુ નિપજયુ છે.આ બનાવ અંગે સ્થાનિક પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ શહેરની જી.આઇ.ડી.સીમાં આવેલ એક બિસ્કીટ બનાવતી કંપનીમાં કામ કરતા કનુભાઇ ડાહ્યાભાઇ વણકરનુ કરંટ લાગવાથી મૃત્યુ નિપજયુ છે.મનુભાઇ કંપનીમાં કામ કરતા હતા  અને સવારે ૧૦ઃ૦૦ વાગ્યાની અરસામાં ચા-નાસ્તો કરવા જવાનુ હોવાથી તેઓ સ્વીચ બંધ કરવા ગયા હતા જ્યા તેઓને કરંટ લાગ્યો હતો.મનુભાઇ કંપનીમાં આરઓ પ્લાન્ટ માં કામ કરતા હતા.કરંટ લાગતા કનુભાઇ ચીસો પાડવા લાગ્યા હતા.જેથી કંપનીના અન્ય કર્મચારીઓ ભેગા થઇ થઇ ગયા હતા.આ બાદ કનુભાઇને ૧૦૮માં નડિયાદ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યા સિવિલ હોસ્પિટલના ડૉકટરે કનુભાઇને મૃત જાહેર કર્યા હતા.નડિયાદ શહેરની નવી મિલ ભાઇલાલભાઇની ચાલીમાં રહેતા અને છેલ્લા ૩૦ વર્ષથી કંપનીમાં કામ કરતા કનુભાઇના બે બાળકો નિરાઘાર બન્યા છે.આ ઘટના બનતા પરિવારજનોએ શહેર પોલીસમાં ફરિયાદ કરી છે.અને કનુભાઇનુ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે.જ્યારે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી નોધી હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે.