'દેવની શેરી' પોળના 240 મિત્રો 45 વર્ષ પછી મળ્યા અને હર્ષની લાગણી સાથે ભેટી પડયા

By GS Team
9 Oct 20192 mins read
This article was originally published on 9 Oct 2019
'દેવની શેરી' પોળના 240 મિત્રો 45 વર્ષ પછી મળ્યા અને હર્ષની લાગણી સાથે ભેટી પડયા

માંડવીની પોળમાં આવેલી 'દેવની શેરી' પોળના લોકો પોળ છોડીને વિવિધ જગ્યાએ રહેવા લાગ્યા હતા ત્યારે ૪૫ વર્ષ પછી પોળના જૂના મિત્રોને મળીને પોતાના બાળપણના દિવસોને યાદ કરવા માટે બ્રહ્મભટ્ટ હોલ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુંબઇ, વડોદરા, સુરત, ગાંધીધામમાં રહેતા ૨૪૦થી વધુ લોકો પોળમાં વિતાવેલા સમયને યાદ કરીને પોતાના સાથી મિત્રોને મળીને આનંદની લાગણી અનુભવી હતી. 

આ દિવસને જોવા માટે છ મહિના સુધી સખત મહેનત કરી હતી

હું ૫૫ વર્ષ સુધી પોળમાં રહ્યો છું અને ત્યાં રહેતા લોકો સાથે દરેક તહેવારની ઉજવણી કરી છે. પોળના રહીશોને ભેગા કરવાના પ્રયાસને આગળ વધારવા માટે છેલ્લાં છ મહિનાની સખત મહેનત કરી હતી, જેમાં પ્રથમ બે મહિનામાં ૩૫ સભ્યો ભેગા થઇને ડાકોર ગયા હતા. - યોગીન દવે 

સત્યાગ્રહ છાવણીમાં મિત્રને મળવા માટે ચાર- ચાર દિવસ સુધી જવું પડયું  

પોળના આ કલ્ચરલને ફરીથી જીવંત અમારા સાથી મિત્ર જે સત્યાગ્રહ છાવણીમાં રહેતા તેમને મળવા માટે ચાર- ચાર દિવસ જવું પડયું હતું તે સમયે મને કોઇ ઓળખતા નહીં. ત્યારબાદ એક દાદાને આ વિશે વાત કરતા તેમને મને મારા મિત્રને મળવા માટે ઘણી મદદ કરી.- સંજય દેસાઇ

 35 વર્ષ પછી હું મારી પોળના મિત્રોને મળવા મુંબઇથી આવી 

હું 15 વર્ષ સુધી પોળમાં રહી હતી અને પોળ છોડયાને 35 વર્ષ થયા છે ત્યારે મને મારા સાથી મિત્રો અને વડીલોને મળવા માટેના સ્નેહમિલન કાર્યક્રમ વિશેની જાણ થતા હું ઘણી જ ખુશ થઇ હતી. સ્નેહમિલનના દિવસના બધા જ કામ છોડીને સ્પેશિયલ મુંબઇથી હું મળવા આવી હતી. - હેતલ ત્રિવેદી