નાસા, એરબસ, ઇસરો, જનરલ મોટર, બોઇંગ અને એપલ જેવી કંપનીઓ માઇક્રોસ્ટ્રક્ચર ટેકનિકનો ઉપયોગ કરે છે

By GS Team
20 Sep 20191 min read
This article was originally published on 20 Sep 2019
નાસા, એરબસ, ઇસરો, જનરલ મોટર, બોઇંગ અને એપલ જેવી કંપનીઓ માઇક્રોસ્ટ્રક્ચર ટેકનિકનો ઉપયોગ કરે છે

આઈઆઈટી ગાંધીનગરમાં નોર્થ ટેક્સાસ યુનિવર્સિટીના પ્રો. રાજીવ મિશ્રાએ સ્ટુડન્ટસને મટીરિયલ પ્રોસેસિંગ ટેકનોલોજી વિશે માહિતી આપી હતી. મટીરિયલને પીગાળ્યા વગર જ માઇક્રોસ્ટ્રક્ચર દ્વારા આકાર આપી શકાય તેની જાણકારી આપી હતી. માઇક્રોસ્ટ્રક્ચર ટેકનિકના ઉપયોગથી નીકળતા મટીરિયલ વેસ્ટનું પ્રમાણ ખુબ ઓછું  હોય છે. ઘણા પ્રસંગોમાં મટીરિયલ વેસ્ટ જોવા મળતો નથી. પ્રોસેસનો ઉપયોગ સમજાવતા તેમણે કહ્યું કે, માઇક્રોસ્ટ્રક્ચર મટીરિયલ ટેકનિકની મદદ શુદ્ધીકરણ, સર્ફેસ એલોઇંગ, સર્ફેસ કમ્પોઝિસ્ટ, કાસ્ટિંગના ફેરફાર અને વિરૃપતા જેવી પ્રક્રિયા કરી શકાય છે. નાસા, એરબસ, ઇસરો, જનરલ મોટર, બોઇંગ અને એપલ જેવી મોટી કંપનીઓ આ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. 

ભારતમાં ઘણી પ્રોડક્ટ અને મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ થાય છે

ભારતમાં હાલમાં ઘણી પ્રોડક્ટ અને મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે, ઉપરાંત ફ્રિક્શન સ્ટેર પ્રોસેસ દ્વારા પણ નવી ટેકનોલોજી અને મશીનરી માર્કેટમાં આવી રહી છે. સ્ટુડન્ટસ આવા કોર્સમાંથી માહિતી મેળવીને ઇન્ડસ્ટ્રીમાં સારૃ પરફોર્મન્સ કરી શકે છે. સ્ટુડન્ટસ એડવાન્સ મટીરિયલ ટેકનિકની જાણકારી મેળવીને એડવાન્સ મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ સરળ રીતે સમજી શકશે. - પ્રો. રાજીવ મિશ્રા, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ