ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો આજે 172મા વર્ષમાં પ્રવેશ

By GS Team
25 Dec 20192 mins read
This article was originally published on 25 Dec 2019
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો આજે 172મા વર્ષમાં પ્રવેશ

ગુજરાતી ભાષાનું સંવર્ધન થાય અને ભાષાનો વિચાર વિસ્તાર વધે તે ખૂબ જરૃરી છે. શહેરમાં અંગ્રેજ શાસનમાં સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એટલે આજની લબ્ધપ્રતિષ્ઠિત 'ગુજરાત વિદ્યાસભા'. ગુજરાતી ભાષાની વૃદ્ધિ, કેળવણીની સાથે દરેક સમાજની સ્ત્રીઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાના ઉદ્દેશ સાથે અંગ્રેજ અધિકારી એલેકઝાન્ડર કિનલોક ફાર્બસ અને ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ દલપતરામ સાથે મળીને ૨૬મી ડિસેમ્બર ૧૮૪૮માં 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડૉ. પ્રીતિબેન પંચોલીએ કહ્યું કે, ગુજરાતી ભાષા સાહિત્યનો અભ્યાસ કરવાતી અને સંશોધન કરવાતી ઘણી જૂની સંસ્થા છે. અંગ્રેજ અધિકારી એલેકઝાન્ડર કિનલોક ફાર્બસની ભારતમાં જજ તરીકે નિમણૂક થઇ હતી ત્યારે તે ભારતની સંસ્કૃતિ અને ભાષાથી પ્રેરાઇને તે શીખવા માટે તાલાવેલી લાગી હતી. કવિ દલપતરામ ત્યારે વઢવાણમાં પોતાની ફરજ બજાવતા હતા અને તેમને અહીં બોલાવીને ફાર્બસે ગુજરાતી ભાષાનું જ્ઞાાન મેવળ્યું હતું. કવિ દલપતરામ અને ફાર્બસની મિત્રતાએ ગુજરાતી ભાષાનું જ્ઞાાન લોકો સુધી પહોંચે તે માટે તેમને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરીને પોતાની મિત્રતાને એક એલગ ઓળખ આપી હતી.

26થી 30 ડિસેમ્બર સુધી ગુજરાતી ભાષા સાહિત્યના વિષયોને આવરી લઇને 'ગૌરવગાથા' ફોટો પ્રદર્શનનું આયોજન 

19મી સદીમાં અંગ્રેજી ભાષાનું દ્વાર ઉઘડતાં પશ્ચિમની સંસ્કૃતિનો પ્રવાહ આપણા દેશ તરફ વળ્યો હતો

૧૯મી સદીમાં અંગ્રેજી ભાષાનું દ્વાર ઉઘડતાં પશ્ચિમની સંસ્કૃતિનો પ્રવાહ આપણા દેશ તરફ વળ્યો હતો. બુદ્ધિના આ નવા પ્રકાશને અવકાશ આપવાની જરૃર પણ આ સમયમાં સમજાઇ અને ગુજરાતી  ભાષાને ખીલવી પશ્ચિમની વિદ્યાઓને તેમાં ઊતારીને ગુજરાતી ભાષાને ઉત્તમ ભાષા બનાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

170 વર્ષમાં ભાષાના પ્રચાર-પ્રસારને વધુ પ્રાધાન્ય 

ગુજરાતી ભાષા સાહિત્યનો ઉત્કર્ષ કરવો તેમજ જ્ઞાાન પ્રસારની સાથે કેળવણીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમાં જૂની બ્રાહ્મીલીપી, દેવનાગરીલીપી, સંસ્કૃત, પ્રાકૃત, અને મધ્યકાલીન ગુજરાતી ભાષાને લોકો સુધી પહોંચાડવાનું કાર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.