શરીર, મન અને આત્માને જોડતી સર્વાંગી ચિકિત્સા

- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- વ્યક્તિએ તણાવથી સંપૂર્ણપણે દૂર ભગવાને બદલે તણાવને ઓળખવો જોઈએ અને તેનું યોગ્ય સંચાલન કરતા શીખવું જોઈએ
''The source of healing power is first the healer's own adrenal glands. And the adrenals are indeed the furnace that generates lifeforce energy.
ઉ૫ચારની શક્તિનો સ્રોત સૌ પ્રથમ તો ઉપચાર કરનાર વ્યક્તિની પોતાની એડ્રિનલ ગ્રંથિઓ છે. અને ખરેખર, આ એડ્રિનલ ગ્રંથિઓ જ જીવનશક્તિની ઊર્જા ઉત્પન્ન કરતી ભઠ્ઠી સમાન છે.'
Ultimately minding the body and mending the mind have more to do with wholeness-healing-than with curing.
આખરે, શરીરની સંભાળ રાખવી અને મનને સ્વસ્થ બનાવવું એ માત્ર રોગ મટાડવા કરતાં આંતરિક સંપૂર્ણતા અને સાચા ઉપચાર સાથે વધુ સંબંધ ધરાવે છે.'
'The mind and body are not seperate what affects one, affects the other.
મન અને શરીર એકબીજાથી અલગ નથી. એક ૫ર થતી અસર બીજા પર પણ થાય છે.'
'A no to one thing is a yes to something else.'
'કોઈ એક બાબતને 'ના' કહેવી એટલે બીજી કોઈ મહત્વપૂર્ણ બાબતને 'હા' કહેવી.'
'Love yourself enough to creat a life that feels good on the inside.'
'તમારી જાતને એટલો પ્રેમ કરો કે તમારા અંતરમાં આનંદ અને સંતોષ અનુભવાય એવું જીવન તમે રચી શકો.'
- Joan Borysenko
(જોન બોરીસેન્કો)
આધુનિક તબીબી વિજ્ઞાનમાં લાંબા સમય સુધી શરીર અને મનને બે અલગઅલગ એકમો તરીકે જોવામાં આવતા હતા. શરીરમાં રોગ થાય તો દવા આ૫વી, કોઈ અંગમાં ખામી ઉદ્ભવે તો તેની સારવાર કરવી અને માનસિક સમસ્યા હોય તો મનોવૈજ્ઞાનિક સારવાર કરવી આ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. પરંતુ માનવીનું સ્વાસ્થ્ય માત્ર તેના શરીરના અંગો પર આધારિત નથી. તેના વિચારો, લાગણીઓ, માનસિક સ્થિતિ, જીવન જીવવાની પદ્ધતિ, સંબંધો, શ્રદ્ધા અને આંતરિક શક્તિ પણ તેના સ્વાસ્થ્યને અસર કરે છે એવા સંશોધનો થયા. આ દ્રષ્ટિકોણને વૈજ્ઞાનિક અને વ્યવહારું આધાર આપનારા અગ્રગણ્ય શરીર વિજ્ઞાનીઓમાં જોનસેન્કોનું નામ વિશેષ મહત્વ
ધરાવે છે.
જોન બોરીસેન્કો (Joan Borysenko) સંકલિત ચિકિત્સા/એકીકૃત (Inegrative Medicine) ક્ષેત્રના અગ્રગણ્ય નિષ્ણાંત છે અને આરોગ્ય પ્રત્યેના આ નવા અભિગમના વિશ્વ વિખ્યાત લેખિકા અને પ્રવક્તા છે. આરોગ્ય અને ઉપચારની પ્રક્રિયામાં વિજ્ઞાન મેડિકલ સાયન્સ, મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાને એક સાથે જોડવાની તેમની સ્પષ્ટ દ્રષ્ટિ છે. વૈજ્ઞાનિક અને તબીબ તરીકે તે મન અને શરીર વચ્ચેના સંબંધ અંગેની ક્રાંતિ (Mind-Body Revolution) માં અગ્રેસર રહ્યાં છે. તબીબી વિજ્ઞાન અને મનોવિજ્ઞાન બન્ને વિષયોમાં તાલીમ પ્રાપ્ત કરનાર ડૉ. બોરીસેન્કોએ પોતાના પરંપરાગત શૈક્ષણિક જ્ઞાનની સીમાઓથી આગળ વધીને અનેક ક્ષેત્રોમાં વર્તણૂકીય ચિકિત્સા (Behaviorl Medicine), તણાવ અને સુખાકારી (Stress and welll-bing), (Psychoneuroimmunology), મહિલાઓનું સ્વાસ્થ્ય, સર્જનાત્મકતા અને વિશ્વની મહાન આત્મિક પરંપરાઓનો સમાવેશ થાય છે.
ડૉ.બોરીસેન્કોએ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી મેડિકલ સાયન્સમાં ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યાં જ તેમણે પ્રાયોગિક પેથોલોજી, વર્તણૂંકીય ચિકિત્સા અને મનો-તંત્રિકા-રોગપ્રતિકારક વિજ્ઞાનમાં ત્રણ પોસ્ટ-ડોક્ટરલ અને ફેલોશિપ પણ પૂર્ણ કરી હતી. વર્ષ ૧૯૮૮ સુધી તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિન વિષયના અધ્યાપક તરીકે કાર્યરત રહ્યાં હતાં. તેઓ લાઈસન્સ પ્રાપ્ત મનોવિજ્ઞાની પણ છે. તેઓ હાર્વર્ડ મેડિકલ સ્કૂલ સાથે સંકળાયેલી બે શિક્ષણ અને સારવાર આપતી હોસ્પિટલમાં મન-શરીર આધારિત ક્લિનિકલ પ્રોગ્રામના સહ-સ્થાપક અને ભૂતપૂર્વક ડિરેક્ટર પણ રહ્યાં છે.
જોન બોરીસેન્કો દર્શાવે છે કે મન અને શરીર વચ્ચેનો સંબંધ સૌથી મહત્વપૂર્ણ છે. મન અને શરીર બે જુદી-જુદી વ્યવસ્થાઓ નતી, પરંતુ એક જ માનવ જીવનમાં પરસ્પર જોડાયેલા પાસાં છે. વ્યક્તિ જે રીતે વિચારે છે, જે રીતે લાગણીઓનો અનુભવ કરે છે અને જીવનની પરિસ્થિતિઓનો સામનો કરે છે તેની અરસ તેના સ્વાસ્થ્ય પર પડે છે. જ્યારે વ્યક્તિ તણાવ અનુભવે છે ત્યારે શરીરની તણાવ પ્રતિભાવ પ્રણાલી સક્રિય થાય છે. આ સમયે કાર્ટિસોલ અને એડ્રિનાલિન જેવા હોર્મોન્સની ભૂમિકા મહત્વપૂર્ણ બને છે. લાંબા સમય સુધી તણાવ રહેતાં ઊંઘ, મૂડ, એકાગ્રતા અને શારીરિક કાર્યપ્રણાલી પર પ્રતિકૂળ અસર થાય છે. બોરીસેન્કો માને છે કે વ્યક્તિએ તણાવથી સંપૂર્ણપણે દૂર ભગવાને બદલે તણાવને ઓળખવો જોઈએ અને તેનું યોગ્ય સંચાલન કરતા શીખવું જોઈએ. ધ્યાન-યોગ, પ્રાણાયામ, શ્વાસની કસરત, હકારાત્મક જીવનદ્રષ્ટિ ભાવનાત્મક અભિવ્યક્તિ અને આરામ, વિશ્રાંતિની પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિ પોતાના તણાવનો સામનો કરવાની ક્ષમતા વિકસાવી શકે છે. માનસિક શાંતિ એ માત્ર ક્ષણિક આરામ નથી, પરંતુ જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં સંતુલન જાળવવાની ક્ષમતા છે.
ડૉ.બોરીસેન્કોના મતે ધ્યાન એ માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક ક્રિયા નથી, પરંતુ મનાસિક સ્વાસ્થ્ય અને સ્વ-જાગૃતિ વિકસાવવાનું એક વ્યવહારું સાધન પણ છે. ધ્યાન દ્વારા વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ અને શારીરિક સંવેદનાઓનું નિરીક્ષણ કરવાનું શીખે છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના વિચારોમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે વિચારો અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચેનો તફાવત સમજી શકતી નથી. ધ્યાન વ્યક્તિને પોતાના વિચારોને તરત જ સાચા માનીને પ્રતિક્રિયા આપવાને બદલે તેમને નિષ્પક્ષ રીતે જોવાની તક આપે છે. માઈન્ડફુલ મેડિટેશન વર્તમાન ક્ષણ પ્રત્યે જાગૃતિ, પોતાના વિચારો અને લાગણીઓનું નિરીક્ષણ અને પોતાની જાત પ્રત્યે સ્વીકાર ભાવ આપે છે. આ રીતે ધ્યાન વ્યક્તિને પોતાની આંતરિક સ્થિતિ સમજવામાં અને ભાવનાત્મક પ્રતિક્રિયાઓનું વધુ યોગ્ય સંચાલન કરવામાં મદદરૂપ બની શકે છે. બોરીસેન્કો ધ્યાનને શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની પ્રક્રિયા તરીકે જુએ છે.
બોરીસેન્કોના કાર્યમાં મનોચક્ષુપ્રેક્ષણ, માનસિમ ચિત્રણ (Visualization) અને માર્ગદર્શિત કલ્પના (Guided Imagery) નું વિશેષ સ્થાન છે. આ પધ્ધતિમાં વ્યક્તિ પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને હકારાત્મક માનસિક ચિત્રોનું નિર્માણ કરે છે. આવા માનસિક ચિત્રો વ્યક્તિના ભાવનાત્મક અનુભવને અસર કરે છે, તણાવ અને અવસાદને ઘટાડે છે અને રોગોને પણ દૂરી કરી શકે છે. બીમારી કે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરતી વખતે વ્યક્તિ પોતના શરીર અને સ્વાસ્થય અંગે આશાવાદી અને રચાનાત્મક માનસિક ચિત્રો વિકસાવી તેમાં સુધારો લાવી શકે છે. તેમના પુસ્તક ધ પાવર ઓફ ધ માઈન્ડ ટુ હીલ) (The power of the mind to Heal) માં મેન્ટલ ઈમેજરી, વિઝ્યુઅલાઈઝેશન, ધ્યાન, હિપ્નોસિસ, ભાવનાત્મક ઉપચાર અને સાઈકોન્યૂરોઈમ્યુનોલોજી જેવા વિષયોનું સંકલન જોવા મળે છે.
ડૉ.જોન બોરીસેન્કોએ તેમના પુસ્તક સેવન પાથ્સ ટુ ગોડ : ધ વેઝ ઓફ ધ મીસ્ટિક (Seven paths to God : The Ways of the Mystic)માં શરીરના સાત મુખ્ય ઉર્જા કેન્દ્રો (Seven Chakras) ને આધ્યાત્મિક વિકાસના સાત માર્ગો સાથે જોડયા છે. કરોડરજ્જૂના નીચેના ભાગમાં આવેલું મૂલાધાર ચક્ર સુરક્ષા, સ્થિરતા, અસ્તિત્વ, પૃથ્વી સાથે જોડાણ ધરાવે છે. તેનો આધ્યાત્મિક માર્ગ છે પ્રકૃતિ સાથે એકરૂપતા. નાભિની નીચે આવેલું બીજું સ્વાધિષ્ઠાન ચક્ર સર્જનાત્મકતા, સુખ, સમૃદ્ધિ સાથે સંકળાયેલું છે. તેનો આધ્યાત્મિક માર્ગ છે. સર્જન અને જીવનની શક્તિ. પેટના ઉપરના ભાગમાં આવેલું ત્રીજું મણિપુર ચક્ર આત્મવિશ્વાસ, સંકલ્પ શક્તિ, ઈચ્છા શક્તિ અને શિસ્ત સંબંધિત છે. તેનો આધ્યાત્મિક માર્ગ છે - નમ્રતા અને આત્મ-નિયંત્રણ હૃદયના ભાગ પર આવેલું ચોથું અનાહત ચક્ર પ્રેમ, ક્ષમા, કરુણા સાથે જોડાયેલું છે. તેનો આધ્યાત્મિક માર્ગ છે - પ્રેમ આપવો અને પ્રેમ સ્વીકારવો. ગળાના સ્થાન પર આવેલું પાંચમુ વિશુધ્ધિ ચક્ર સત્ય, સંવાદ અને અભિવ્યક્તિ સાથે જોડાયેલું છે. તેનો આધ્યાત્મિક માર્ગ છે - સત્ય અને નૈતિકતા. બન્ને ભ્રમરની વચ્ચે આવેલું છઠ્ઠું ચક્ર આજ્ઞા ચક્ર છે.તે અંતદ્રષ્ટિ, જ્ઞાન અને ધ્યાન સાથે સંબંધિત છે. તેનો આધ્યાત્મિક માર્ગ છે. જ્ઞાન અને આંતરિક સમજ. મસ્તિષ્કના ઉપરના ભાગમાં આવેલું સાતમું સહસ્ત્રાર ચક્ર ચેતના, ઐક્ય, પરમાત્મા સાથે જોડાણ સંબંધિત છે. તેનો આધ્યાત્મિક માર્ગ છે કુંડલિની યોગ, ભક્તિ અને આધ્યાત્મિક એકતા.




