Gir Somnath

VIDEO: 'કોઈ હાથ બહાર ન કાઢતા...', સાવજોના કારણે રોકવી પડી ST બસ! જુઓ અદ્ભૂત દૃશ્યો

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
ગીર જંગલમાં ST બસના મુસાફરોને ચોંકાવનારો અનુભવ થયો. ઉનાથી રાજકોટ જતી બસ તુલસીશ્યામ-ભીમછાચ વચ્ચેના જંગલ માર્ગે પસાર થતી હતી, ત્યારે 4 સિંહો રસ્તા વચ્ચે બેસી ગયા. બસચાલકે સુરક્ષિત અંતર રાખી બસ રોકી દેતા, મુસાફરોએ આ દુર્લભ ક્ષણને મોબાઈલમાં કેદ કરી. થોડીવાર બાદ સિંહો ખસી જતા બસ આગળ વધી, જેનો વીડિયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: 'કોઈ હાથ બહાર ન કાઢતા...', સાવજોના કારણે રોકવી પડી ST બસ! જુઓ અદ્ભૂત દૃશ્યો

Gir Forest ST Bus Lions Viral Video: ગુજરાતના ગીર જંગલમાં બસ મુસાફરોને ચોંકાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગીર સોમનાથ અને અમરેલીને જોડતા જંગલ રસ્તાની વચ્ચે ચાર સિંહો આવીને બેસી ગયા હતા, જેના કારણે ST બસ રોકવી પડી હતી. ST બસ રૂટમાં સાવજોની બેઠક જોવા મળતાં મુસાફરોએ આ દુર્લભ ક્ષણને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધી હતી. જેમાં બસ ચાલકે થોડી મિનિટો બસ થોભાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

સાવજોના કારણે રોકવી પડી ST બસ!

અહેવાલો અનુસાર, શુક્રવારે(7 ઓગસ્ટ) સવારે ST બસ ઉનાથી રાજકોટ જઈ રહી હતી. આ દરમિયાન બસ તુલસીશ્યામ અને ભીમછાચ વચ્ચેના જંગલ વિસ્તારમાં પહોંચી ત્યારે ડ્રાઇવરે રસ્તા પર ચાર સિંહો બેઠેલા જોયા હતા. સિંહોને રસ્તા પર બેઠેલા જોઈને બસચાલકે બસ રોકી દીધી હતી. તેવામાં બસચાલકે સુરક્ષિત અંતર જાળવીને કોઈ પ્રકારની ઉતાવળ કરી નહોતી.

જ્યારે બસમાં સવાર મુસાફરો માટે આ ક્ષણ જંગલ સફારીની માફક હતી.રસ્તા પર સિંહો જોયા કે તરત જ બધાએ પોતાના મોબાઈલ ફોન કાઢ્યા અને આ અદ્ભૂત દ્રશ્યનો વીડિયો રેકોર્ડ કરવા અને ફોટા પાડવાનું શરૂ કર્યું હતું.

જો કે, થોડા સમય બાદ સિંહ ધીરે-ધીરે રસ્તા પરથી હટી ગયા હતા. આ પછી બસચાલકે બસ આગળ ચલાવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.