Gir Somnath

વનકર્મીઓની હડતાલથી સાવજોની સુરક્ષા સામે ખતરો, સિંહની પજવણી રોકવા માટે કરાતું 'રેડ એલર્ટ' અધ્ધરતાલ

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દિવાળી દરમિયાન સિંહોની પજવણી રોકવા વન વિભાગનું 'રેડ એલર્ટ' જોખમમાં છે. બીટગાર્ડ અને ફોરેસ્ટર હડતાળ પર હોવાથી ગ્રાઉન્ડ લેવલનું પેટ્રોલિંગ બંધ છે. પરિણામે, ગેરકાયદેસર સિંહ દર્શન અને પજવણીની ઘટનાઓ વધી શકે છે, જે સિંહોના રક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વનકર્મીઓની હડતાલથી સાવજોની સુરક્ષા સામે ખતરો, સિંહની પજવણી રોકવા માટે કરાતું 'રેડ એલર્ટ' અધ્ધરતાલ

Gir Forest Lion Protection: દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાને સ્પર્શતી ગીરની બોર્ડર પર લોકોનો મોટો જમાવળો થતો હોય છે. ધંધા-રોજગાર અર્થે બહાર રહેતા સ્થાનિકો વતન પરત ફરે છે અને બીજી તરફ તહેવારોની રજાઓ માણવા દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ ગીરના સીમાડાઓમાં ઉમટી પડે છે. આવા સમયે ગીરની સરહદ નજીક વનરાજઓની પજવણી, સિંહ દર્શન કરવાની ઘટનાઓ વધવાની ક્ષમતા ખૂબ વધી જતી હોય છે. આ સ્થિતિને અટકાવવા દર વર્ષે વન વિભાગ દ્વારા દિવાળીના 8થી 10 દિવસ માટે ગીર બોર્ડર પર 'રેડ એલર્ટ' જાહેર કરી ૨૪ કલાક સઘન પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવે છે. આ વખતે શું થાય તે નક્કી નથી.

24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું શું થશે?

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક બની છે. ગીર જંગલ અને સાવજોની સુરક્ષાની મુખ્ય ધૂરા સંભાળતા બીટગાર્ડ અને ફોરેસ્ટર પોતાની પડતર માંગણીઓને લઈ ગાંધીનગર ખાતે આંદોલનના માર્ગે છે. ગ્રાઉન્ડ લેવલનું તંત્ર ગાંધીનગરમાં ધામા નાખીને બેઠું છે, જેના કારણે એશિયાટીક સિંહોનું અંતિમધામ ગણાતું ગીરનું જંગલ હાલ રૈહડપડી ગયું હોયતેવો ઘાટ સર્જાયો છે. દર વર્ષે બોર્ડર વિસ્તારના ગામડાઓમાંથી ફ્લેગમાર્ચ અને રાઉન્ડ ધક્લોક પેટ્રોલિંગ કરનાર મુખ્યગાર્ડ અને ફોરેસ્ટર જ ગાયબ છે, તો શું આ વખતે રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે કે કેમ.

તેના હજુ કોઈ ઠેકાણા નથી. તહેવારો દરમિયાન અસામાજિક તત્વો અને છુપા સિંહપ્રેમીઓના નામે ફરતા શોખીનો માટે વનકર્મીઓની ગેરહાજરી મોકળું મેદાન પૂરું પાડશે. સાવજોની પજવણી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકશે કોણ? વન વિભાગના પાયાના કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વાજબી માંગણીઓ માટે લડી રહ્યા છે. દિવાળી જેવા સંવેદનશીલ સમયે જંગલની સુરક્ષા જોખમમાં મુકાય ત્યાં સુધી સરકારે વાટાઘાટો કેમ ન કરી? તે એકસવાલ છે.

ગીરના સિંહપ્રેમીઓ, વનજીવન નિષ્ણાતો અને સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિંહપ્રેમીઓનું સ્પષ્ટમાનવુંછેવનકર્મીઓ અનેસરકાર વચ્ચેચાલેલિવિવાદનોજોસસમયસર અને સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે તો દિવાળીના તહેવારોમાં ગીરની બોર્ડર પર ભયંકર અને અરાજક સ્થિતિ સર્જાશે. જે સિંહો ગુજરાતનું ગૌરવ છે, તેમના રક્ષણ માટે રાત-દિવસ એક કરતા વનકર્મીઓની માંગણીઓ સંતોષીને તુરંત જંગલની સુરક્ષા પુનઃ સ્થાપિત કરવામાં આવે તે ગીર, પ્રકૃતિ અને સાવજોના હિતમાં અત્યંત જરૂરી છે. જો સરકારી ઉદાસીનતાને કારણે ગીરના સાવજ સાથે કોઈ અણબનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની રહેશે તેવી સિંહપ્રેમીઓની માંગ છે.