Gandhinagar

પૈસા ફેંક તમાશા દેખ! 152 લાંચિયા કર્મચારીએ 13 કરોડની લાંચ લીધી, સૌથી વધુ ગૃહ વિભાગના 29 કર્મચારી ભ્રષ્ટ

By GS Team
9 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યના 152 સરકારી કર્મચારીઓ અને 21 ખાનગી વ્યક્તિઓ સહિત કુલ 173 લોકો 13 કરોડ રૂપિયાની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયા છે. ગૃહ વિભાગના 29 કર્મચારીઓએ સૌથી વધુ 2.64 કરોડની લાંચ લીધી હતી, જ્યારે શહેરી વિકાસના 16 કર્મચારીઓ 2 કરોડની લાંચ લેતા પકડાયા છે. આ આંકડા ખુદ એ.સી.બી.ની સત્તાવાર વિગતોમાં બહાર આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પૈસા ફેંક તમાશા દેખ! 152 લાંચિયા કર્મચારીએ 13 કરોડની લાંચ લીધી, સૌથી વધુ ગૃહ વિભાગના 29 કર્મચારી ભ્રષ્ટ
AI IMAGE

Gujarat's corrupt official : ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાની વાતો વચ્ચે સરકારી કચેરીમાં રૂપિયા લીધા વગર પ્રજાના કામો થતા જ નથી. લોકોને ધક્કા ખાધા બાદ મજબૂરીવશ અને ના છૂટકે રૂપિયા આપી લાંચિયા અધિકારીઓ પાસે કામો કઢાવવા પડે છે.

જાણીને નવાઈ લાગશે કે છેલ્લા એક વર્ષમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને વર્ગ-4ના કર્મચારીઓ અને વચ્ચેટીયા મળી કુલ રૂ. 13 કરોડની માતબર રકમની લાંચ લીધી હતી. જેમાં સૌથી વધારે ગૃહ વિભાગના 29 કર્મચારીએ રૂ. 2.64 કરોડની લાંચ લીધી હતી જ્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 16 કર્મચારીઓ દ્વારા રૂ. 2 કરોડની લાંચ લીધી હોવાનું ખુદ એન્ટીકરપ્શન બ્યુરો(એ.સી.બી.)ની સત્તાવાર વિગતોમાં બહાર આવ્યું છે. લાંચ લેતાં નહીં પકડાયેલાંઓની સંખ્યા કેટલી હશે ? ફરિયાદ મળે એટલે કાર્યવાહી કરવાની સરકારી પદ્ધતિ સામે પ્રજાજનોના કામ નૈવેધ ધર્યા વગર થતાં નથી તે પણ કડવી વાસ્તવિકતા છે.

152 લાંચિયા કર્મચારીઓએ 13 કરોડની લાંચ લીધી

ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી હદે વધી રહ્યો છે કે રૂપિયા આપ્યા વગર કામ થતા નથી. એસીબીએ છટકું ગોઠવીને એક વર્ષમાં કેન્દ્રના કર્મચારી અને ખાનગી સહિત કુલ 21 લોકો રૂ.4 કરોડની લાંચ લેતા પકડાયા હતા. તથા ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ તથા વર્ગ-4 સહિતના કુલ 152 સરકારી કર્મચારીઓને 13 કરોડની માતબરની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા.

ગૃહ અને મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારના મૂળિયાં ઊંડા

જેમાં ખાસ કરીને સૌથી વધુ ગૃહ વિભાગ ભ્રષ્ટ રહ્યું હતું. ઉચ્ચ અધિકારી તથા પોલીસ કોન્સ્ટેબલ 49 કર્મચારી અને 29 ખાનગી વ્યક્તિ સહિત કુલ 78 લોકો રૂ. 2.64 કરોડની લાંચ લેતા સપડાયા હતા. જ્યારે મહેસૂલ વિભાગના 23 કર્મચારી અને 18 ખાનગી વ્યક્તિ સહિત 41 લોકોએ એક કરોડ લીધા, પંચાયત વિભાગના 21 કર્મચારી અને ખાનગી સહિત કુલ 50 તથા આરોગ્યના 4 કર્મચારી અને 4 ખાનગી વ્યક્તિ સહિત 8 તેમજ શિક્ષણ વિભાગના 4 કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઊર્જા વિભાગના 6, ઉદ્યોગના 5, કૃષિના 400, શહેરી વિકાસના 16 કર્મચારી સહિત કુલ 33 લોકો તથા નર્મદાના 7 અને નાણાં વિભાગના 4 તેમજ કેન્દ્રના 21 કર્મચારી લાંચ લેતા રંગેહાથ પકડાયા છે.

પગારથી સંતોષ ન હોય તેમ બેફિકર બની લાંચ લેતા અધિકારી!

પ્રજાજનોમાંથી ફરિયાદ મળે એટલે એસીબી દ્વારા છટકું ગોઠવીને કાર્યવાહી કરવામાં આવે છે. જેટલા પકડાયાાં છે તેવા સરકારી લાંચિયા બાબુઓની સંખ્યા હજારોમાં થવા જાય છે. લોકોમાં એવી ચર્ચા છે કે, પગારથી સંતોષ ન હોય તેમ બેફિકર બની કરોડોની લાંચ લેતાં 152 લાંચિયા પકડાયાં છે.