Entertainment

'21 વર્ષનો વનવાસ પૂરો થયો': રામાયણમના 'લક્ષ્મણ' રવિ દુબેના સંઘર્ષ પર પત્ની સરગુન મહેતાની ઈમોશનલ પોસ્ટ

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
નિર્માતા નમિત મલ્હોત્રાની ફિલ્મ 'રામાયણમ્'માં અભિનેતા રવિ દુબેએ લક્ષ્મણની ભૂમિકા ભજવી છે, જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રવિની પત્ની અને અભિનેત્રી સરગુન મહેતાએ સોશિયલ મીડિયા પર પતિના 21 વર્ષના સંઘર્ષની કહાણી શેર કરી હતી. સરગુને લખ્યું કે, "આ દિવાળીએ આપણો વનવાસ પૂરો થઈ જશે." તેણે રવિના અટૂટ વિશ્વાસ અને દ્રઢતાની પ્રશંસા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'21 વર્ષનો વનવાસ પૂરો થયો': રામાયણમના 'લક્ષ્મણ' રવિ દુબેના સંઘર્ષ પર પત્ની સરગુન મહેતાની ઈમોશનલ પોસ્ટ

Ravi Dubey On Film Ramayanam : નિર્માતા નમિત મલ્હોત્રાની ફિલ્મ 'રામાયણમ્'માં જાણીતા ટીવી અભિનેતા રવિ દુબેએ લક્ષ્મણની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રવિ દુબેએ જે દમદાર રીતે આ પાત્ર ભજવ્યું છે, તેના ચોતરફ વખાણ થઈ રહ્યા છે. હવે આ પ્રશંસામાં રવિ દુબેની પત્ની અને મશહૂર અભિનેત્રી સરગુન મહેતાનું નામ પણ જોડાયું છે. સરગુને સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને પોતાના પતિના 21 વર્ષના સંઘર્ષની કહાણી રજૂ કરી છે.

પતિ રવિ દુબે માટે સરગુન મહેતાની લાગણીસભર પોસ્ટ

શનિવારે સરગુન મહેતાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં રવિ દુબેના રામાયણમ્ ફિલ્મના લક્ષ્મણના પાત્રની ઘણી તસવીરો સામેલ છે. સરગુને લખ્યું છે કે, 'મેં કહ્યું હતું કે આ દિવાળીએ આપણો વનવાસ પૂરો થઈ જશે. વાલ્મીકિ રામાયણમાં એક શ્લોક છે, જે લક્ષ્મણજીએ શ્રી રામને કહ્યો હતો કે સંકલ્પથી મોટી કોઈ શક્તિ નથી. જે વ્યક્તિ આ ભાવનાને જીવંત રાખે છે, તેના માટે કંઈ પણ મેળવવું અશક્ય નથી. આ વાત હંમેશાં તમારા દિલમાં હતી.’

‘વાતો, આલોચના, અવરોધો… બધું જ હારી ગયું’

અભિનેત્રીએ વધુમાં લખ્યું કે, ‘21 વર્ષની રાહ, ઉતાર-ચઢાવ, લોકોની વાતો, આલોચનાઓ અને અવરોધો. આજે તમારા અટૂટ વિશ્વાસ અને દ્રઢતા સામે બધું હારી ગયું. સૌથી ખરાબ સમયમાં પણ તમે ક્યારેય કંઈ ખોટું ન કહ્યું અને ન તો કંઈ ખોટું કર્યું. દરેક મુશ્કેલ દિવસમાં તમે ફક્ત પોતાની જાતને વધુ શ્રેષ્ઠ બનાવવા પર ધ્યાન આપ્યું, કંઈક નવું શીખ્યા, જેથી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે કોઈ બહાનું ન બચે. આજે હું ભલે કોઈને પણ મળું કે ઈન્ટરનેટ પર કંઈ પણ જોઉં, તમારી જીત દરેક વ્યક્તિને પોતાની જીત જેવી લાગી રહી છે. તમારી જીત આશા જગાવે છે અને મને વિશ્વાસ અપાવે છે કે અંતમાં સત્યની જ જીત થાય છે.'

મારા જીવનની સૌથી શાનદાર દિવાળી બનાવવા બદલ આભાર : સરગુન

આ જ પોસ્ટમાં સરગુને દિલની લાગણી વ્યક્ત કરતાં લખ્યું છે કે, 'આજે મારું દિલ ખુશીથી ભરાઈ ગયું છે, કારણ કે જે વાત હું હંમેશાં કહેતી હતી કે મારો માણસ જ મારો ભગવાન છે, હવે બધા એ જ કહેશે. મને તમારા પર હંમેશાં ગર્વ રહ્યો છે, પરંતુ આજે હું તમારી સૌથી મોટી પ્રશંસક પણ છું. તમે મારી રોશની છો, તમે હજી વધુ ચમકો, સૌથી વધુ ચમકો. આ દિવાળીને મારા જીવનની સૌથી શાનદાર દિવાળી બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.'