Sports

VIDEO : કેએલ રાહુલે જીત્યું દિલ, વેલિંગ્ટનમાં એવોર્ડ તરીકે મળેલો સ્માર્ટફોન ગ્રાઉન્ડ સ્ટાફ મહિલાને આપી દીધો

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટર KL રાહુલે વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં 'ગેમ ચેન્જર ઓફ ધ મેચ' તરીકે મળેલો સ્માર્ટફોન સ્ટેડિયમની એક મહિલા કર્મચારીને ભેટ આપ્યો. 7 નવેમ્બરે રમાયેલી આ મેચમાં ભારતે 4 રને જીત મેળવી હતી. રાહુલે 26 રન બનાવી ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેની આ ઉદારતાએ સૌના દિલ જીતી લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : કેએલ રાહુલે જીત્યું દિલ, વેલિંગ્ટનમાં એવોર્ડ તરીકે મળેલો સ્માર્ટફોન ગ્રાઉન્ડ સ્ટાફ મહિલાને આપી દીધો

KL Rahul Smartphone Gift Gesture : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટર KL રાહુલે મેદાન પર પોતાના પ્રદર્શનની સાથે મેદાન બહારના એક ખાસ કામથી પણ લોકોનાં દિલ જીતી લીધાં છે. ન્યૂઝીલેન્ડ સામે 7 નવેમ્બરે વેલિંગ્ટનમાં રમાયેલી બીજી વનડેમાં ભારતની જીત બાદ રાહુલે તેને મળેલો સ્માર્ટફોન સ્ટેડિયમની એક મહિલા કર્મચારીને ભેટમાં આપ્યો હતો. રાહુલને આ ફોન 'ગેમ ચેન્જર ઓફ ધ મેચ'ના પુરસ્કાર તરીકે મળ્યો હતો. જોકે, તેણે પોતાનું ઇનામ પોતાની પાસે રાખવાને બદલે સ્ટેડિયમમાં કામ કરતી મહિલા કર્મચારીને આપીને ખાસ ઉદારતા દર્શાવી હતી.

મુશ્કેલ પરિસ્થિતિમાં રાહુલે સંભાળી હતી ઇનિંગ્સ

આ મેચમાં ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડની ટીમને 134 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ગુરનૂર બ્રારે 4 વિકેટ ઝડપી હતી. જોકે, આ સરળ લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય બેટિંગ લાઇનઅપ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. શુભમન ગિલ પ્રથમ બોલે જ ગોલ્ડન ડક થયો હતો, જ્યારે વિરાટ કોહલી માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા પણ 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. સતત વિકેટો પડતી હોવા છતાં KL રાહુલ ક્રિઝ પર ટકી રહ્યો હતો. તેણે શ્રેયસ ઐયર સાથે પાંચમી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી. ઐયરે 30 રન બનાવ્યા હતા, જ્યારે રાહુલ 26 રન બનાવીને અણનમ રહ્યો હતો.

વરસાદે ભારતને જીત અપાવી

ભારતે 26 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા હતા. જીત માટે હજુ 22 રનની જરૂર હતી, ત્યારે વરસાદને કારણે મેચ રોકવી પડી હતી. ડકવર્થ-લુઇસ-સ્ટર્ન (DLS) નિયમ પ્રમાણે ભારતનો સ્કોર પાર સ્કોર કરતાં 4 રન વધારે હોવાથી ટીમને 4 રનથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી હતી.

10 નવેમ્બરે ત્રીજી વનડે

બીજી મેચ જીતવા છતાં ભારતીય ટીમની બેટિંગ ચિંતાનો વિષય બની રહી છે. હવે શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડે 10 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે. ભારતની નજર શ્રેણી ક્લીન સ્વીપ કરવા પર રહેશે, જ્યારે ટીમ વધુ સારા બેટિંગ પ્રદર્શન સાથે જીત મેળવવાનો પણ પ્રયાસ કરશે.