Gandhinagar

રેશનિંગ દુકાનોમાં અનાજ-ખાંડ તો છે પણ સર્વર ઠપ, 72 લાખ કાર્ડધારકો નવરાત્રિ ટાણે અટવાયા!

By GS Team
5 Oct 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં રેશનિંગ વિતરણ વ્યવસ્થા ખોરવાતા 72 લાખથી વધુ કાર્ડધારકો મુશ્કેલીમાં મુકાયા છે. નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર છેલ્લા 4 દિવસથી બંધ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની 17 હજારથી વધુ સસ્તા અનાજની દુકાનોમાં ઓક્ટોબર માસનો જથ્થો હોવા છતાં વિતરણ અટક્યું છે. તહેવારો ટાણે ગ્રાહકોને ધક્કા થતા રોષ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

રેશનિંગ દુકાનોમાં અનાજ-ખાંડ તો છે પણ સર્વર ઠપ, 72 લાખ કાર્ડધારકો નવરાત્રિ ટાણે અટવાયા!

Gujarat Ration Cardholders: રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ઓનલાઈન સર્વર છેલ્લા ચાર દિવસથી ખોરવાઈ જતાં સમગ્ર રાજ્યમાં રેશનિંગ વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે જ સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના 72 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય કાર્ડધારકો મુશ્કેલીમાં મુકાયા છે. ઓક્ટોબર મહિનાનો ખાંડ-અનાજ લેવા માટે ગ્રાહકોને વ્યાજબી ભાવની દુકાનોના ધક્કા ખાવા પડી રહ્યા છે.

દુકાનદાર- ગ્રાહકો વચ્ચે ઘર્ષણ, ઓનલાઈન પ્રક્રિયા શરૂ ન થતાં લોકોને તેલિયા ચોખા પણ ન મળ્યા

રાજ્યની 17 હજારથી વધુ સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ઓક્ટોબર મહિનાનો નિયમિત જથ્થો તેમજ દિવાળી નિમિત્તે આપવાનો વધારાનો જથ્થો ગત સપ્તાહમાં જ પહોંચાડી દેવામાં આવ્યો છે. તહેવારોના સ્પેશિયલ જથ્થામાં સિંગતેલ, વધારાની ખાંડ, ચણા, તુવેર દાળ સામેલ છે. જોકે, પુરવઠા વિભાગના પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ શકી ન હતી. પરિણામે દુકાનદારો અનાજ હોવા છતાં વિતરણ કરી શક્યાં નથી.

અનાજનો જથ્થો ન મળવાના કારણે અનેક રેશનિંગ દુકાનો પર કાર્ડધારકો અને દુકાન સંચાલકો વચ્ચે બોલાચાલી અને ધર્ષશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે તહેવારોના સમયે જ સરકારી તંત્રની બેદરકારીને લીધે તેમને હેરાન થવું પડે છે, જ્યારે દુકાનદારોનું કહેવું છે કે ઓનલાઈન એન્ટ્રી વગર અનાજ આપી શકાય તેમ નથી.

આ ઓક્ટોબર મહિનાથી પહેલીવાર રેશનકાર્ડ ધારકોને 'તેલિયા ચોખા'નું વિતરણ કરવાનું નક્કી કરાયું છે. આ ચોખાનો જથ્થો પણ દુકાનો સુધી પહોંચી ગયો છે, પરંતુ ઓનલાઈન પ્રક્રિયા શરૂ ન થતાં ચોખાનું વિતરણ અટકી પડયુ છે. રેશનકાર્ડ ધારકોની માંગ કરી છે કે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.