Gandhinagar

ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીની જાહેરાત: 11 ઑક્ટોબરે મતદાન, 13મીએ જાહેર થશે પરિણામ

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચે બુધવારે કરી છે. પંચે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમ જાહેર કરતા જ ગાંધીનગર વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે. 11 ઑક્ટોબરે મતદાન થશે અને 13 ઑક્ટોબરે મતગણતરી તથા પરિણામ જાહેર થશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીની જાહેરાત: 11 ઑક્ટોબરે મતદાન, 13મીએ જાહેર થશે પરિણામ

Gandhinagar News: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે(16 સપ્ટેમ્બર) સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે આજે બુધવારે સાંજે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલી બની ગઈ છે.

ગાંધીનગરમાં મહાનગર પાલિકા(GMC)ની ચૂંટણી તારીખો જાહેર કરાઈ છે, ત્યારે GMCની 44 બેઠક પર ચૂંટણી યોજાશે. જાણો ચૂંટણી સંબંધિત અગત્યની તારીખ.

ચૂંટણી કાર્યક્રમની મુખ્ય વિગતો:

  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26 સપ્ટેમ્બર
  • ફોર્મ પરત ખેંચવાની તારીખ: 29 સપ્ટેમ્બર
  • મતદાનની તારીખ: 11 ઑક્ટોબર
  • મતગણતરી અને પરિણામ: 13 ઑક્ટોબર
image.png

ગાંધીનગરનું રાજકારણ ગરમાયું

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને પ્રચારના ધમધમાટ સુધીની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.