Entertainment

વિક્રમ ભટ્ટ અને હિમેશ રેશમિયાએ 13 વર્ષ બાદ હાથ મિલાવ્યા

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
વિક્રમ ભટ્ટની આગામી હોરર ફિલ્મ '1920: કોલ્ડ વિન્ટર' માટે હિમેશ રેશમિયા સંગીત આપશે. મસૂરીમાં શિયાળા દરમિયાન શૂટ થનારી આ ફિલ્મમાં અનન્યા પાંડે અને અહાન શેટ્ટી જોવા મળશે. આ તેમની પાંચમી સહિયારી ફિલ્મ છે, જે 13 વર્ષ બાદ બંને ફરી સાથે કામ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિક્રમ ભટ્ટ અને હિમેશ રેશમિયાએ 13 વર્ષ બાદ હાથ મિલાવ્યા
  • વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મમાં હિમેશ મ્યુઝિક આપશે
  • મસૂરીમાં શૂટ થનારી 1920 કોલ્ડ વિન્ટર પાંચમી સહિયારી ફિલ્મ બનશે

મુંબઈ : વિક્રમ ભટ્ટની આગામી હોરર ફિલ્મ '૧૯૨૦: કોલ્ડ વિન્ટર' માટે સંગીત આપવા માટે હિમેશ રેશમિયાને કરારબદ્ધ કરી લેવામાં આવ્યા છે. છેલ્લે વિક્રમ ભટ્ટની ૨૦૧૨માં આવેલી 'ડેન્જરસ ઇશ્ક' ફિલ્મમાં હિમેશ રેશમિયાએ સંગીત આપ્યું હતું. હવે તેર વર્ષ બાદ હિમેશ રેશમિયા અને વિક્રમ ભટ્ટ ફરી સાથે કામ કરશે. '૧૯૨૦: ધ કોલ્ડ વિન્ટર' હોરર ફિલ્મનું શૂટિંગ મસુરીમાં કરવામાં આવશે. સામાન્ય રીતે વિક્રમ ભટ્ટ તેમની હોરર ફિલ્મોના શૂટિંગ ઉટીમાં કરવા માટે જાણીતાં છે પણ આ વખતે તેમણે આ ફિલ્મનું શૂટિંગ મસુરીમાં કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષના અંતે શિયાળો બેસે ત્યારે મસુરીમાં શરૂ કરવામાં આવશે.
આ હોરર ફિલ્મમાં અનન્યા પાંડે અને અહાન શેટ્ટીની જોડી જોવા મળશે.
હિમેશ રેશમિયા અને વિક્રમ ભટ્ટ અગાઉ ૨૦૦૩માં 'ફૂટપાથ', ૨૦૦૭માં 'ફિયર', ૨૦૦૭માં 'રેડ: ધ ડાર્ક સાઇડ' અને ૨૦૧૨માં 'ડેન્જરસ ઇશ્ક' ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે. '૧૯૨૦: કોલ્ડ વિન્ટર' એ તેમની સહિયારી પાંચમી ફિલ્મ છે.