Gandhinagar

ગુજરાતમાં 20,000 થી વધુ મહિલા દારૂની બંધાણી, કાયદો ફક્ત કાગળ પર, સરવેમાં ખુલી પોલ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં દાયકાઓથી કડક દારૂબંધી હોવા છતાં, રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના અહેવાલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજ્યમાં 20 હજારથી વધુ મહિલાઓ દારૂના નશાની બંધાણી છે. આ આંકડો દર્શાવે છે કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી છે, અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ સ્થિતિ સામાજિક કટોકટી તરફ ઈશારો કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 20,000 થી વધુ મહિલા દારૂની બંધાણી, કાયદો ફક્ત કાગળ પર, સરવેમાં ખુલી પોલ

Women Alcohol Addiction In Gujarat: ગુજરાતમાં દાયકાઓથી કડક દારૂબંધી અમલમાં છે. પરંતુ તાજેતરના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના તાજેતરના સર્વેએ દારૂબંધીની પોલ ઉઘાડી દીધી છે. સરવેના ચોંકાવનારા આંકડા મુજબ, ડ્રાય સ્ટેટ ગણાતા ગુજરાતમાં સત્તાવાર દારૂબંધી હોવા છતાં આશરે 20 હજારથી વધુ મહિલાઓ દારૂના નશાની બંધાણી છે. આ સરવેનો આંકડો છે, પણ વાસ્તવિકતામાં આ આંકડો મોટો પણ હોઈ શકે. આ આંકડો સાબિત કરે છે કે રાજ્યમાં દારૂનું બેફામ રીતે વેચાણ થઈ રહ્યું છે. દારૂબંધીની ભલે કડક અમલવારીની વાતો કરવામાં આવે પણ ગુજરાતમાં કડવી હકીકત કંઈક અલગ છે.

દારૂમુક્તિ ધરાવતા રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની ટકાવારી એકસરખી

નિષ્ણાતોના મતે, આ આંકડાઓ બાદ હવે ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ સામે મોટા સવાલો ઊભા થયા છે. શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂબંધી હોવા છતાં, અંદાજે 20 હજારથી વધુ મહિલાઓ દારૂના નશાની બંધાણી બની ચૂકી છે. આ આંકડો એ વાતની સાબિતી છે કે, ગુજરાતમાં છડેચોક દારૂ વેચાઈ રહ્યો છે. બુટલેગરો બેફામ છે અને કાયદાનો કોઈ ખોફ રહ્યો નથી. પુરુષો તો ઠીક, હવે ઘરની મહિલાઓ સુધી પણ આ દૂષણ આસાનીથી પહોંચી ગયું છે, જે ભવિષ્યના ગુજરાત માટે એક અત્યંત ચિંતાજનક સામાજિક કટોકટી તરફ ઈશારો કરે છે.

સરવેમાં સૌથી વધુ ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, જ્યાં દારૂ વેચવાની સત્તાવાર છૂટ છે તેવા રાજ્યો અને ગુજરાત વચ્ચે કોઈ ફરક જ રહ્યો નથી! રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કેરલા જેવા રાજ્યો, જ્યાં દારૂ પીવાની છૂટ છે, આ રાજ્યોમાં પણ દારૂ પીનારી મહિલાઓની ટકાવારી 0.3 ટકા છે. આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે, કડક દારૂબંધીવાળા ગુજરાતમાં પણ આ ટકાવારી બરાબર 0.3 ટકા જ નોંધાઈ છે! આ આંકડો જ કહી રહ્યો છે કે ગુજરાતમાં દારૂબંધીના નામે માત્ર નાટક ચાલી રહ્યું છે.

મહિલાઓમાં વધતું દારૂનું પ્રમાણ એ ગુજરાતના સામાજિક તાણાવાણાનું પતન!

સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યાં દારૂની ખુલ્લી છૂટ છે, તેવા રાજ્યોની સરખામણીમાં પણ ગુજરાત પાછળ નથી. આ જ ટકાવારી ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પણ નોંધાઈ છે. આ સમાનતા દર્શાવે છે કે કાયદો હોવા છતાં જમીની હકીકતમાં કોઈ મોટો તફાવત રહ્યો નથી. મહિલાઓમાં વધતું દારૂનું પ્રમાણ એ ગુજરાતના સામાજિક તાણાવાણાનું પતન છે. જ્યારે કોઈ ઘરની મહિલા નશાના રવાડે ચડે છે, ત્યારે આખો પરિવાર બરબાદ થઈ જાય છે. જો સ્થિતિ રહી તો, નશાના આ કારોબાર ગુજરાતની સંસ્કૃતિને ઉધઈની જેમ કોરી ખાશે.