Gandhinagar

ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: શહેરી વિકાસ વિભાગ દ્વારા 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ

By GS Team
25 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે શહેરી વિકાસ વિભાગ દ્વારા 25 ચીફ ઓફિસરોની તાત્કાલિક અસરથી બદલી કરી છે. સુરેન્દ્રનગરના રવિકાંત પટેલને માણસા નગરપાલિકામાં, જ્યારે વેરાવળ-પાટણના પારસ મકવાણાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર બનાવાયા છે. અંકલેશ્વરના કેશવ કોલડીયા સહિત અન્ય 4 અધિકારીઓને પ્રાદેશિક કમિશનર તરીકે વિવિધ ઝોનમાં નિયુક્ત કરાયા છે. આ ફેરબદલ વહીવટી સુગમતા માટે કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ: શહેરી વિકાસ વિભાગ દ્વારા 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ

Gujarat Chief Officers Transfers: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને કચેરીઓમાં ફરજ બજાવતા 25 ચીફ ઓફિસરોની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગની આ અંગેની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે.

અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો

બદલીઓ અને નવી નિમણૂકોની વિગતોરાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વિવિધ નગરપાલિકાઓ અને પ્રાદેશિક કમિશનર કચેરીઓમાં વહીવટી સુગમતા માટે આ ફેરબદલ કરવામાં આવ્યા છે.

image.png

•સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર રવિકાંત પટેલની માણસા નગરપાલિકા ખાતે બદલી કરાઈ છે.

•વેરાવળ-પાટણના ચીફ ઓફિસર પારસ મકવાણાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે.

•અંકલેશ્વરના ચીફ ઓફિસર કેશવ કોલડીયાને પ્રાદેશિક કમિશનર મ્યુનિસિપાલિટી (સુરત ઝોન), કલોલના નીતિન બોડાતને અમદાવાદ ઝોન, માણસાના સતિષ પટેલને ગાંધીનગર ઝોન અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના રૂપલ ખેતીયાને રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.