Gandhinagar

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: 6 DySP કક્ષાના અધિકારીઓને ‘In-situ’ ધોરણે SP કક્ષામાં બઢતી

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
ગુજરાત સરકારે ગૃહ વિભાગ દ્વારા DySP/ACP કક્ષાના 6 અધિકારીઓને SP/DCP તરીકે 'In-situ' ધોરણે બઢતી આપી છે. આ નિર્ણયથી અધિકારીઓનું પે-મેટ્રિક્સ લેવલ-10માંથી 11માં અપગ્રેડ થયું છે. બી.આર. ચૌબે, એમ.એસ. શેખ, બી.એસ. મોરી, એ.કે. વર્મા, ડી.પી. ચૂડાસમા અને બી.એ. પટેલ જેવા અધિકારીઓ તેમની હાલની જગ્યાઓ પર જ નવી જવાબદારીઓ સંભાળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: 6 DySP કક્ષાના અધિકારીઓને ‘In-situ’ ધોરણે SP કક્ષામાં બઢતી

Gandhinagar News : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મહત્ત્વનો નિર્ણય લેતા નાયબ પોલીસ અધિક્ષક (DySP / ACP - વર્ગ-1) કક્ષાના અધિકારીઓને ‘In-situ’ ધોરણે બઢતી આપીને પોલીસ અધિક્ષક (SP / DCP - વર્ગ-1) કક્ષાની જગ્યાઓ પર એડહોક નિમણૂક આપતી અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી અધિકારીઓના હોદ્દા અને પે-મેટ્રિક્સ લેવલ-10માંથી અપગ્રેડ થઈને લેવલ-11માં પ્રોમોટ કરવામાં આવ્યા છે.

image.png

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ બઢતી મેળવનાર અધિકારીઓમાં

  • બી.આર. ચૌબે: મદદનીશ સેનાપતિમાંથી સેનાપતિ (મ.સે.), રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-20, વિરમગામ.
  • એમ.એસ. શેખ: મદદનીશ પોલીસ કમિશ્નરથી નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક), રિજિયન-4, સુરત શહેર.
  • બી.એસ. મોરી: નાયબ પોલીસ અધિક્ષકમાંથી પોલીસ અધિક્ષક, આઈ.બી., સુરત રિજિયન.
  • એ.કે. વર્મા: વિભાગીય પોલીસ અધિકારીમાંથી પોલીસ અધિક્ષક, વલસાડ વિભાગ.
  • ડી.પી. ચૂડાસમા: નાયબ પોલીસ અધિક્ષકમાંથી પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, ડી.જી.પી. કચેરી, ગાંધીનગર.
  • બી.એ. પટેલ: મદદનીશ પોલીસ કમિશ્નરમાંથી નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ), અમદાવાદ શહેર.

ગૃહ વિભાગના આ આદેશ બાદ બદલી અને બઢતી મેળવનાર તમામ અધિકારીઓ હાલની ફરજની જગ્યાઓ પર જ અપગ્રેડેડ એક્સ-કેડર જગ્યા પર તેમની નવી જવાબદારીઓ સંભાળશે.