Gandhinagar

રેલવે બાદ હવે દેશમાં પ્રથમવાર ગુજરાત STમાં વિસ્ટાડોમ કોચ, પારદર્શક છતવાળી 'AC બસ'માં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફર માણી શકશો

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
ગુજરાતના પ્રવાસનને આધુનિક બનાવવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશની પ્રથમ AC વિસ્ટાડોમ બસ સેવાનો આજથી પ્રારંભ થયો છે. GSRTC અને ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર 5 બસોમાંથી 2 કાર્યરત કરાઈ છે. 2.19 કરોડની આ બસમાં 360 ડિગ્રી ફરી શકે તેવી 23 સીટો, ટ્રાન્સપરન્ટ છત, LED ટીવી, મિની ફ્રિજ સહિતની સુવિધાઓ છે. આગામી સમયમાં રણોત્સવ અને અન્ય હેરિટેજ રૂટ પર પણ આ સેવા શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે બાદ હવે દેશમાં પ્રથમવાર ગુજરાત STમાં વિસ્ટાડોમ કોચ, પારદર્શક છતવાળી 'AC બસ'માં   સ્ટેચ્યુ ઓફ યુનિટીની સફર માણી શકશો

Gujarat ST First Vistadome AC Bus: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે માર્ગ પરિવહનને આધુનિક બનાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી(એકતાનગર) ખાતે દેશમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ તૈયાર કરાયેલી અત્યાધુનિક 'AC વિસ્ટાડોમ કોચ' બસ સેવાનો આજ(2 નવેમ્બર)થી પ્રારંભ થયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ(GSRTC) અને ગુજરાત ટુરિઝમ દ્વારા તૈયાર કરાયેલી 5 બસોમાંથી હાલ 2 બસો મુસાફરો માટે કાર્યરત કરવામાં આવી છે. મુસાફરો GSRTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકશે.

રણોત્સવ દરમિયાન વધુ 3 બસો સેવામાં મુકાશે

ST નિગમ દ્વારા આગામી દિવસોમાં આવી વધુ 3 AC વિસ્ટાડોમ બસોની ખરીદી કરવામાં આવશે. આગામી બે મહિનામાં આવનારી આ ત્રણેય બસો કચ્છના રણોત્સવ દરમિયાન પ્રવાસીઓ માટે મુકવાનું આયોજન છે, જેથી સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ આ લક્ઝરી મુસાફરીનો લાભ લઈ શકશે. આગામી તબક્કામાં રાજ્યના અન્ય હેરિટેજ રૂટ્સ પર પણ આ સેવા શરૂ કરાશે.

image.png

ટ્રેન બાદ હવે રોડ ટ્રાન્સપોર્ટમાં વિસ્ટાડોમ સુવિધા

અગાઉ રેલવે દ્વારા અમદાવાદથી એકતાનગર જતી જનશતાબ્દી ટ્રેન તેમજ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યા છે, જેમાં મોટી કાચની બારીઓ અને પારદર્શક છતથી પ્રવાસીઓને બહારનો વ્યુ મળે છે. રેલવેના આ મોડેલ બાદ હવે એસટી નિગમે રોડ ટ્રાન્સપોર્ટમાં દેશની પ્રથમ વિસ્ટાડોમ બસ શરૂ કરી છે.

બસની મુખ્ય વિશેષતાઓ

  • કિંમત અને ડિઝાઇન: એક બસની કિંમત 2.19 કરોડ રૂપિયા છે. તેમાં ટ્રાન્સપરન્ટ સ્કાય-વ્યૂ રૂફ આપવામાં આવી છે, જેથી AC કેબિનમાં બેઠા-બેઠા ખુલ્લું આકાશ અને કુદરતી નજારા સ્પષ્ટ દેખાશે.
  • બેઠક ક્ષમતા: બસમાં પ્રવાસીઓ માટે 23 રિવોલ્વિંગ (360 ડિગ્રી ફરી શકે તેવી) અને ફુલ્લી એડજસ્ટેબલ રિક્લાઇનિંગ સીટ્સ તથા 1 ડ્રાઇવર બેઠક છે.
  • કેબિન સુવિધાઓ: મુસાફરો માટે પ્રીમિયમ એલઇડી સ્માર્ટ ટીવી, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ આપવામાં આવ્યા છે.
  • સુરક્ષા વ્યવસ્થા: અત્યાધુનિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ, ઇમરજન્સી હેમર સાથેના ટફન ગ્લાસ અને સીસીટીવી કેમેરા ફીટ કરાયા છે.
  • એક્સટીરિયર લુક: બસની બોડી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી, અક્ષરધામ, સોમનાથ, દ્વારકા, ગીર, અડાલજની વાવ, ધોરડો, તરણેતર અને વિજય વિલાસ પેલેસના આકર્ષક ગ્રાફિક્સ દર્શાવાયા છે.