Gandhinagar

TAT-HSની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, ઉમેદવારો આવી રીતે ચકાસી શકશે રિઝલ્ટ

By GS Team
6 Nov 20261 min read
TukuTouch Logo
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS (ઉચ્ચતર માધ્યમિક) મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળી પૂર્વે પરિણામ આવતા સફળ ઉમેદવારોમાં ખુશીનો માહોલ છે. ઉમેદવારો SEBની સત્તાવાર વેબસાઈટ પર પોતાનો સીટ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ જોઈ શકશે. આ નિર્ણયથી શિક્ષક બનવા ઈચ્છતા અનેક યુવાનોને પ્રોત્સાહન મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

TAT-HSની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, ઉમેદવારો આવી રીતે ચકાસી શકશે રિઝલ્ટ

Gujarat SEB TAT HS Main Exam Result: રાજ્ય પરીક્ષા બોર્ડ(SEB) દ્વારા TAT-HS(ઉચ્ચતર માધ્યમિક)ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દિવાળી પહેલા પરીક્ષાનું પરિણામ જાહેર થતાં સફળ થયેલા ઉમેદવારોમાં ખુશનો માહોલ છે.

TAT-HSની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર

TAT-HSના ઉમેદવારો SEBની સત્તાવાર વેબસાઈટ https://sebexam.org/Form/printResult પરથી પરિણામ જોઈ શકશે. જેમાં ઉમેદવારો પોતાનો સીટ નંબર અને જન્મ તારીખ નાખીને રિઝલ્ટ ચકાસી શકશે.

image.png

279 સેન્ટરો પર યોજાઈ હતી એક્ઝામ

રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નવા શિક્ષકો નિમવા માટેની મહત્ત્વપૂર્ણ TAT-HSની પ્રિલિમ પરીક્ષાના પડકારને પાર કરીને 70થી વધુ માર્ક્સ મેળવનારા 51,971 ઉમેદવારોએ ગત 8 ઑગસ્ટ મહિનામાં મુખ્ય પરીક્ષા આપી હતી. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 279 સેન્ટરો પર ચુસ્ત અને પારદર્શી વાતાવરણમાં કસોટી લેવામાં આવી હતી.

બે શિફ્ટમાં લેવાઈ હતી પરીક્ષા

  • પ્રથમ સત્ર: સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી
  • બીજું સત્ર: બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી