Gandhinagar

ગાંધીનગર: મ્યુચ્યુઅલ ફંડ રોકાણની સચોટ જાણકારી આપતો માર્ગદર્શક સેમિનાર યોજાયો, સંપત્તિ સર્જન માટે સોનેરી સૂચનો

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરમાં ગુજરાત સમાચાર અને આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકાર શિક્ષણ સેમિનાર યોજાયો. શૈલેન્દ્ર દિક્ષિતે નાની રકમથી SIP દ્વારા લાંબાગાળે ભંડોળ ઉભું કરવાની સલાહ આપી. યુવાનોને વહેલા રોકાણ શરૂ કરવાથી ભવિષ્યના લક્ષ્યો પૂરાં કરવાની તક મળશે. 6 કરોડ પાનધારકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. નિષ્ણાતોએ રોકાણકારોને અફવાઓથી દૂર રહી આયોજનબદ્ધ રોકાણ માટે માર્ગદર્શન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર: મ્યુચ્યુઅલ ફંડ રોકાણની સચોટ જાણકારી આપતો માર્ગદર્શક સેમિનાર યોજાયો, સંપત્તિ સર્જન માટે સોનેરી સૂચનો

Mutual Fund Investor Education Seminar: ગુજરાત સમાચાર અને આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી ગાંધીનગરમાં સરગાસણ સ્થિત લા ક્રેસ્ટ રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ ખાતે મ્યુચ્યુઅલ ફંડ રોકાણને લગતી સચોટ અને અસરકારક માહિતી માટે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું હતું.

MF audi.JPG.jpeg

આ સેમિનારમાં આદિત્ય બિરલા સનલાઇફ એએમસી લિમિટેડના ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુટર ડેવલપમેન્ટના ઝોનલ હેડ શૈલેન્દ્ર દિક્ષિતે કહ્યું હતું કે-

રોકાણની શરૂઆત કરવા મોટી રકમ હોવી જરૂરી નથી. દર મહિને નાની રકમથી પણ રોકાણ શરૂ કરીને લાંબા ગાળે પોતાના લક્ષ્ય મુજબ ભંડોળ ઊભું કરી શકાય છે. આ માટે એસઆઇપી એટલે કે દર મહિને નક્કી કરેલી રકમનું રોકાણ કરવાનો વિકલ્પ લોકપ્રિય બની રહ્યો છે. ખાસ કરીને યુવાનો જો નાની ઉંમરથી રોકાણ શરૂ કરે અને લાંબા સમય સુધી ચાલુ રાખે તો ઓછા માસિક રોકાણથી પણ ભવિષ્યના લક્ષ્યો પૂરાં કરવાની તક મળી શકે છે. મ્યુચ્યુઅલ ફંડની ખાસિયત એ છે કે તેમાં રોકાણના અલગ-અલગ વિકલ્પો એક જ જગ્યાએ મળે છે. શેરબજારમાં સીધું રોકાણ કરવાથી બજારની વધઘટનું જોખમ રહે છે, જ્યારે મિલકતમાં રોકાણ કરેલું નાણું જરૂર પડે ત્યારે તરત રોકડમાં ફેરવી શકાતું નથી. તેની સામે મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ, ગોલ્ડ અને સિલ્વર જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.

છ કરોડ પાનધારકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

રોકાણકાર પોતાની જરૂરિયાત અને જોખમ સહન કરવાની ક્ષમતા પ્રમાણે વિકલ્પ પસંદ કરી શકે છે. એસઆઇપીનો ફાયદો એ છે કે, બજારમાં તેજી કે મંદી હોય ત્યારે પણ દર મહિને રોકાણ ચાલુ રાખી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન એટલે કે સમયાંતરે નક્કી કરેલી રકમ ઉપાડવાની સુવિધા પણ છે. નિવૃત્ત વડીલો નિયમિત આવક માટે હાઇબ્રિડ ફંડમાંથી સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનનો વિકલ્પ ધ્યાનમાં લઈ શકે છે. ભારતમાં આશરે છ કરોડ પાનધારકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે.

penal MF.JPG.jpeg

પેનલ ચર્ચામાં રોકાણકારોને અફવાઓથી દૂર રહી આયોજનબદ્ધ રોકાણની સલાહ

સેમિનારમાં પેનલ ચર્ચા દરમિયાન આદિત્ય બિરલા સનલાઇફ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના નોર્થ ગુજરાતના કલ્સ્ટર હેડ ભાવિન શાહ અને દર્શિત ફિનસર્વના કો. ફાઉન્ડર અને સીઇઓ રૂચિર ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

Shailendra dikshit.JPG.jpeg

આ નિષ્ણાતોએ ઉપસ્થિત તમામ સહભાગીઓના રોકાણ સંબંધી પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપીને સાચી દિશા પૂરી પાડી હતી. બજારની અફવાઓ વચ્ચે યોગ્ય નિર્ણય લેવો, યુવાનો અને ગૃહિણીઓ માટે રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્ત્વના મુદ્દાઓ તથા શું કરવું અને શું ન કરવું તેની વિસ્તૃત ચર્ચા થઇ હતી.