Gandhinagar

વિધાનસભામાં બેઠકો મામલે ગુજરાત સાવ તળીયે, પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં નેતાઓનું નિરસ વલણનો દાવો!

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
15મી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર 18 કલાક 32 મિનિટની કામગીરી સાથે સંપન્ન થયું. કુલ 52 ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો અને 7 સરકારી વિધેયક પસાર થયા. ડિસેમ્બર 2022થી સપ્ટેમ્બર 2026 દરમિયાન સરેરાશ 21 દિવસ વિધાનસભાની બેઠક મળે છે, જે અન્ય રાજ્યોની સરખામણીએ ઓછી છે. જાણકારો રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને સરકારને સવાલોથી બચવાને મુખ્ય કારણ માને છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિધાનસભામાં બેઠકો મામલે ગુજરાત સાવ તળીયે, પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં નેતાઓનું નિરસ વલણનો દાવો!

Gujarat Assembly: 15મી ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર એટલે કે માત્ર ત્રણ દિવસનું ચોમાસુ સત્ર સંપન્ન થયું છે. ત્રણ દિવસના સત્ર દરમિયાન 18 કલાક અને 32 મિનિટ સુધી કામગીરી કરાઈ હતી. 182માંથી માત્ર 52 ધારાસભ્યો દ્વારા જુદી-જુદી ચર્ચામાં ભાગ લેવામાં આવ્યો હતો. કુલ 7 સરકારી વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર થયા હતા.

ડિસેમ્બર 2022થી સપ્ટેમ્બર 2026 દરમિયાન કુલ 106 દિવસ વિધાનસભા સત્રની બેઠક મળી છે. આ સ્થિતિએ દર વર્ષે સરેરાશ 21 દિવસ વિધાનસભાની બેઠક મળે છે. વર્ષ દરમિયાન સરેરાશ સૌથી વધુ વિધાનસભા બેઠક મળતી હોય તેવા રાજ્યોમાં ગુજરાત ટોચના 15 રાજ્યોમાં પણ સામેલ નથી. વર્ષમાં સરેરાશ સૌથી વધુ દિવસ બેઠક મળતી હોય તેવા રાજ્યોમાં કેરલમ 44 દિવસ સાથે મોખરે, ઓડિશા 40 દિવસ સાથે બીજા અને પશ્ચિમ બંગાળ-કર્ણાટક 34 દિવસ સાથે સંયુક્ત ત્રીજા સ્થાને છે.

20260913-270947-1789237455.jpeg

દેશના પૂર્વ જસ્ટિસ એમએન વેંકટચલૈયાના વડપણ હેઠળના બંધારણ સમીક્ષા આયોગે વર્ષ 2002માં આપેલા રિપોર્ટમાં એવી ભલામણ કરી હતી કે નાના રાજ્યોમાં વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ અને મોટા રાજ્યોમાં 90 દિવસ બેઠક થવી જોઈએ. આ જ રીતે રાજ્યસભામાં વર્ષમાં ઓછામાં ઓછા 100 અને લોકસભામાં ઓછામાં ઓછી 120 બેઠકની ભલામણ કરાઈ હતી.

20260913-270947-1789237455 (1).jpeg


જાણકારોના મતે રાજનૈતિક ઈચ્છાશક્તિનો અભાવ અને સરકારને સવાલોથી બચવું તે ઓછી બેઠક માટેનું મુખ્ય કારણ છે. સત્તાપક્ષ પાસે બહુમતીથી વધારે બેઠક હોવાથી તેમના ધારાસભ્યોને બિલ માટે ઓછો રસ હોય છે અને તેઓ જનતાના પ્રશ્નને રજૂ કરવામાં ખાસ રસ પણ ધરાવતા હોતા નથી.

20260913-270947-1789237455 (2).jpeg

ચોમાસુ સત્રની હાઈલાઈટ્સ

•3 દિવસના સત્રમાં 18 કલાક 32 મિનિટની કામગીરી.
•કુલ બાવન ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો.
•કુલ 7 સરકારી વિધેયક પસાર થયા.
•કુલ 135 તારાંકિત પ્રશ્નો રજૂ થયા, જે પૈકી 29 પ્રશ્નો પર ગૃહમાં મૌખિક ચર્ચા કરાઈ.
•કુલ 152 અતારાંકિત પ્રશ્નો મળ્યા, 88 અતારાંકિત પ્રશ્નો મેજ પર મૂકાયા.
•વિવિધ સમિતિના પાંચ અહેવાલ ગૃહમાં રજૂ થયા.