Gandhinagar

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય: દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા નીતિ ઘડવા ઉચ્ચ કક્ષાની સમિતિ રચાઈ

By GS Team
22 Aug 20261 min read
TukuTouch Logo
રાજ્ય સરકારે દિવ્યાંગ કર્મયોગીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા 5 સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિ રચી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં GAD દ્વારા રચાયેલી આ સમિતિમાં સામાજિક ન્યાય, કાયદા વિભાગના અધિકારીઓ અને દિવ્યાંગ કમિશનર સામેલ છે. સમિતિ કાયદાકીય જોગવાઈઓ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને અન્ય રાજ્યોની નીતિઓનો અભ્યાસ કરી ભલામણો કરશે, જેથી દિવ્યાંગ કર્મચારીઓમાં નવી આશા જાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય:  દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા નીતિ ઘડવા ઉચ્ચ કક્ષાની સમિતિ રચાઈ

Disabled Employees Gujarat Government: રાજ્ય સરકારના દિવ્યાંગ કર્મયોગીઓ માટે એક અત્યંત મહત્ત્વના અને સંવેદનશીલ નિર્ણય અંતર્ગત, બઢતીમાં અનામતનો લાભ આપવા અંગે યોગ્ય નીતિ નક્કી કરવા માટે પાંચ સભ્યોની ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યના દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓમાં કારકિર્દીમાં સમાન અવસર અને પદોન્નતિ અંગે નવી આશા જાગી છે.

મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 5 સભ્યોની કમિટી

મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળના સામાન્ય વહીવટ વિભાગ(GAD) દ્વારા જારી ઠરાવ મુજબ, આ સમિતિના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્ય સચિવને જવાબદારી સોંપાઈ છે.

•સામાન્ય વહીવટ વિભાગ(GAD)ના ઉચ્ચ અધિકારી
•સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉચ્ચ અધિકારી
•કાયદા વિભાગના ઉચ્ચ અધિકારી
•દિવ્યાંગ વ્યક્તિઓ માટેની કચેરીના કમિશનર

સમિતિની કામગીરી અને અભ્યાસના મુખ્ય પાસાં

આ સમિતિ રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગોને બઢતીમાં અનામત આપવા સંદર્ભે સર્વગ્રાહી અભ્યાસ કરીને પોતાની ભલામણો સરકારને રજૂ કરશે. જેમ કે, પ્રવર્તમાન કાયદાકીય જોગવાઈઓ, ભારત સરકારની સૂચનાઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓનો સઘન અભ્યાસ કરાશે. દેશના અન્ય રાજ્યોમાં દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામત આપવા અંગેની પ્રવર્તમાન નીતિઓ અને ટકાવારીનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવશે. સમિતિને જરૂર જણાય ત્યાં કોઈપણ વિભાગ કે કચેરી પાસેથી જરૂરી માહિતી અને અભિપ્રાય મેળવવાની સત્તા આપવામાં આવી છે.

સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર સમયમર્યાદા મુજબ સમિતિ પોતાની કામગીરી પૂર્ણ કરશે. આ કમિટીની ભલામણો બાદ રાજ્યમાં દિવ્યાંગ કર્મયોગીઓના બઢતીમાં અનામત અંગેની નીતિનો માર્ગ વધુ સ્પષ્ટ બનશે.