Gandhinagar

ગાંધીનગરના ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ, ગ્રાહકની શોધ કરતા પોલીસે ઝડપી પાડ્યો

By GS Team
20 Aug 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરના ચિલોડા સર્કલ પાસેથી પોલીસે ગેરકાયદેસર એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી)નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 1 કરોડથી વધુની કિંમતનો 1 કિલો 20 ગ્રામ એમ્બરગ્રીસ વેચવા આવેલા એજાદઅહેમદ કુરેશી નામના શખસની ધરપકડ કરવામાં આવી છે. FSL અધિકારી દ્વારા તપાસ કરાતા તે અસલી હોવાનું જણાયું હતું. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરના ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતની એમ્બરગ્રીસ સાથે 1ની ધરપકડ, ગ્રાહકની શોધ કરતા પોલીસે ઝડપી પાડ્યો

1 Cr Ambergris Seized In Chiloda Gandhinagar: ગાંધીનગર જિલ્લાના ચિલોડા સર્કલ વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદે રીતે વેચાણ અર્થે લવાયેલી 1 કરોડથી વધુની કિંમતની 1 કિલો 20 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) જપ્ત કરી છે. આ મામલે પોલીસે 1 શખસની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચિલોડા પાસે 1 કરોડથી વધુની કિંમતનો એમ્બરગ્રીસના જથ્થો સાથે 1ની ધરપકડ

પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, 1 શખસ વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ)નો જથ્થો લઈને ચિલોડાથી શિહોલી તરફના રોડ પર ગ્રાહકની શોધમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે બાતમીદારને જ ગ્રાહક બનાવીને તે શખસને ચિલોડા સર્કલ પાસે અમદાવાદ તરફ જતાં સર્વિસ રોડ પર બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે શખશ ત્યાં પહોંચ્યો ત્યારે તેના ખભા પર 1 કાળા કલરનો થેલો હતો. પોલીસે તેને રોકીને તેની પૂછપરછ કરી અને થેલાની તલાશી લીધી હતી. થેલામાંથી 1 પીળા કલરની પ્લાસ્ટિકની પારદર્શક કોથળી મળી આવી હતી, જેમાં અનિયમિત આકારના સફેદ અને ક્રીમ રંગના નાના-મોટા ટુકડાઓ મળી આવ્યા હતા.

પકડાયેલા શખસે પોતાનું નામ એજાદઅહેમદ નિસારઅહેમદ કુરેશી (ઉં.વ.30, રહે. વાવોલ ગાંધીનગર, મૂળ-પાટણ) હોવાનું જણાવ્યું હતું. આ પદાર્થ અંગે તેની પાસે ફોરેસ્ટ વિભાગની કોઈ પરવાનગી કે આધારભૂત કાગળો ન હતા.

આ પણ વાંચો: ભાવનગરમાં નકલી વિદેશી દારૂ કે લઠ્ઠાકાંડ? FSL રિપોર્ટ આવ્યા પહેલાં જ 'લઠ્ઠાકાંડ' જાહેર કરવા સામે ઊઠ્યા સવાલો!

પોલીસે આ શંકાસ્પદ પદાર્થનું પરિક્ષણ કરવા માટે FSL અધિકારીને ચિલોડા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. FSL અધિકારીએ 1 નાના ટુકડાને અગ્નિથી ઓગાળીને અને 1 અન્ય ટુકડાને પાણી ભરેલી ડોલમાં નાખીને તપાસ કરી હતી, જ્યાં તે પાણી પર તરવા લાગ્યો હતો. 1 ટુકડાના 2 ભાગ કરતા અંદરનો ભાગ પીળા રંગનો જોવા મળ્યો હતો. ડિજિટલ વજનકાંટા પર વજન કરતા તે 1 કિલો 20 ગ્રામ હોવાનું જણાયું હતું, જેની અંદાજિત કિંમત 1 કરોડ 20 હજાર રૂપિયા થાય છે. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.