Gandhinagar

નવા 2300થી વધુ તલાટીઓને નિમણૂંક પત્રો એનાયત: 21 મહેસૂલી સેવાઓ થઈ સરળ, લોન્ચ થઈ નવી ડિજિટલ સિસ્ટમ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ 2300થી વધુ મહેસૂલ-તલાટીઓને નિમણૂંક પત્રો એનાયત કર્યા. આ સાથે, 21 મહેસૂલી સેવાઓ ડિજિટલ બની અને નવી કચેરીઓનું લોકાર્પણ કરાયુ. જ્યારે નાગરિકોના પ્રતિભાવ માટે 'REVA' સિસ્ટમ અને IRCMSમાં ઈ-ફાઈલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેથી ઘરે બેઠા કેસ દાખલ થઈ શકશે. જમીન માપણી માટે સર્વે ઓફ ઇન્ડિયા સાથે MoU પણ કરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા 2300થી વધુ તલાટીઓને નિમણૂંક પત્રો એનાયત: 21 મહેસૂલી સેવાઓ થઈ સરળ, લોન્ચ થઈ નવી ડિજિટલ સિસ્ટમ

Gandhinagar News: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં આજે એક ઐતિહાસિક દિવસ રહ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રીએ મહેસૂલ-તલાટી સંવર્ગમાં નવી નિમણૂંક મેળવેલા 2300 થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. આ સાથે જ રાજ્ય સરકારે નાગરિકોની સુવિધા માટે 21 જેટલી મહેસૂલી સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવાની મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ અને નવી કચેરીઓનું લોકાર્પણ પણ કર્યું છે. આ કાર્યક્રમમાં તમામ જિલ્લાઓમાંથી પદાધિકારીઓ, કલેક્ટરો અને નવનિયુક્ત તલાટીઓ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

નાગરિકોના પ્રતિભાવો માટે શરૂ થઈ 'REVA' સિસ્ટમ

સરકારે મહેસૂલી તંત્રને વધુ પારદર્શક બનાવવા માટે "REVA: Revenue Voice and Assistance” નામની સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ શરૂ કરી છે. આ અંતર્ગત કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી, સબ-રજીસ્ટ્રાર કચેરી, DILR અને મામલતદાર કચેરી જેવી તમામ મહેસુલી કચેરીઓમાં QR Code આધારિત ફીડબેક સિસ્ટમ મૂકવામાં આવશે. આ સિસ્ટમ દ્વારા નાગરિકો કચેરીમાં ઉપલબ્ધ સુવિધાઓ અને સ્ટાફના વર્તન અંગે પોતાના પ્રતિભાવો આપી શકશે, જેનાથી સરકારી સેવાઓમાં વધુ સુધારો લાવી શકાશે.

હવે ઘરબેઠા દાખલ થશે રેવન્યુ કેસ: IRCMS માં ઈ-ફાઈલિંગ સુવિધા

અત્યાર સુધી તમામ રેવન્યુ કચેરીઓમાં મેન્યુઅલી (રૂબરૂ જઈને) કેસ દાખલ કરવા પડતા હતા. આ પદ્ધતિ બંધ કરીને હવે IRCMS (ઇંટીગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ) માં ઈ-ફાઈલિંગની નવી સુવિધા શરૂ કરાઈ છે. હવે અરજદારો ઘરબેઠાં જ ઓનલાઈન રેવન્યુ કેસ દાખલ કરી શકશે. આનાથી સમય અને શક્તિનો બચાવ થશે અને કેસના દરેક તબક્કાને રિયલ ટાઈમ ટ્રેક કરી શકાશે. એટલું જ નહીં, કેસ પૂર્ણ થયા બાદ અરજદારને ઓનલાઈન જ ઓર્ડર (હુકમ) મળી જશે.

નકશાઓના જીઓ રેફરન્સિંગ માટે સર્વે ઓફ ઈન્ડિયા સાથે MoU

જમીન માપણી અને નકશાઓને વધુ સચોટ બનાવવા માટે પણ સરકારે મોટું કદમ ઉઠાવ્યું છે. રાજ્યના સેટલમેન્ટ કમિશનર આદ્રા અગ્રવાલ અને ભારત સરકારના એડિશનલ સર્વેયર જનરલ એમ.સી. ગોર વચ્ચે સિટી સર્વે નકશાઓને જીઓ રેફરન્સિંગ (Geo-referencing) કરવા માટે સર્વે ઓફ ઈન્ડિયા સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા.