ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gas Officers Promoted IAS: ભારત સરકારના પર્સોનેલ, જાહેર ફરિયાદ, તાલીમ વિભાગ, અને પેન્શન મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય સનદી સેવા (સ્ટેટ સિવિલ સર્વિસ- GAS)ના 17 જેટલા અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)માં બઢતી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025ની સિલેક્ટ લિસ્ટ 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ માટે અંતર્ગત આ નિમણૂકો કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ અધિકારીઓને IAS કેડરમાં પ્રોબેશન પર નિમણૂક આપવામાં આવી છે અને તેમને ગુજરાત કેડર ફાળવવામાં આવી છે.
જે 17 અધિકારીઓને પ્રમોશન મળ્યું છે તેમાં આર.એન. કુચરા, આર.પી. પટેલ, સી.બી. ગણાત્રા, સી.એ. ગાંધી, બી.એન. પટેલ, એમ.કે. જોશી, એ.કે. જોશી, કે.એસ. ઝાલા, વી.કે. જાદવ, ડી.કે. પટેલ, બી.એચ. પટેલ, આઇ.આર. વાળા, એમ.ડી. ચુડાસમા, બી.એસ. પ્રજાપતિ, વી.જી. પટેલ, એ.કે. વસ્તાણી અને પી.બી. રાઠોડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ









