ગુજરાતના 6 પોલીસ અધિકારીઓની IPS કેડરમાં બઢતી, નાસીર નગર ડિમોલિશનમાં હાજર DCP નકુમનું પણ નામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Police Officers Promoted: ગુજરાત પોલીસ વિભાગ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ગુજરાત પોલીસ સેવાના 6 અધિકારીઓને પ્રમોશન આપીને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ, 'સિલેક્ટ લિસ્ટ 2025' અંતર્ગત નીચેના 6 અધિકારીઓની IPS તરીકે બઢતી આપી પસંદગી કરવામાં આવી છે:
- રાજદીપસિંહ એન. નકુમ
- ભરતકુમાર બી. રાઠોડ
- પ્રફુલ વી. વાણિયા
- રાજેશકુમાર ટી. પરમાર
- કલ્પેશકુમાર એમ. ચાવડા
- રાકેશ ડી. દેસાઈ
ભૂતિયા ડિમોલિશન અંગે DCP નકુમને હાઈકોર્ટનો સવાલ, તેના 7 દિવસમાં બઢતી
સુરત નાસીરનગર ભૂતિયા ડિમોલિશન મામલે હાઇકોર્ટે જ્યારે વેધક સવાલ ઉઠાવ્યો કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડીસીપી (DCP) નકુમ ત્યાં કેમ હાજર હતા, ત્યારે વહીવટીતંત્રની ભૂમિકા સામે અનેક આશંકાઓ જન્મી છે. સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ છે કે, જે અધિકારીની હાજરી અને કાર્યવાહી સામે ખુદ ગુજરાત હાઈકોર્ટ પ્રશ્નો પૂછી રહી હોય, તેમને માત્ર 7 જ દિવસમાં સરકાર દ્વારા પ્રમોશન આપીને IPS કેડર ફાળવી દેવામાં આવતા નિર્ણય સામે સવાલો ઉઠયા છે.

ગૃહ મંત્રાલયનાઆ આદેશ અનુસાર, આ તમામ અધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિની મંજૂરીથી કરવામાં આવી છે. 'ઇન્ડિયન પોલીસ સર્વિસ (પ્રોબેશન) રૂલ્સ, 1954 મુજબ આ તમામ અધિકારીઓ હાલ એક વર્ષ માટે પ્રોબેશન પર રહેશે અને નિયમોનુસાર ઇન્ડક્શન ટ્રેનિંગ મેળવશે.









