'હા, હું બાયસેક્સ્યુઅલ છું...' અભિનેત્રી આકાંક્ષાએ સત્ય સ્વીકાર્યું, 9 વર્ષના લગ્ન સંબંધ તૂટવાનો અફસોસ નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akanksha Chamola Lock Upp Season 2 Exit News : રિયાલિટી શો 'લોક અપ 2' માંથી બહાર થયા બાદ પ્રખ્યાત ટીવી અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ મીડિયા સમક્ષ ખુલીને વાત કરી છે. આ શો દરમિયાન તેમની સેક્સ્યુઆલિટી અને અંગત જીવનને લઈને અનેક મહત્ત્વના ખુલાસા થયા હતા. જેના પર હવે અભિનેત્રીએ પોતાની સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. આકાંક્ષા ટોપ 5 માં પોતાની જગ્યા બનાવી શકી નહોતી અને શોમાંથી બહાર થઈ ગઈ હતી.

બાયસેક્સ્યુઆલિટીના ખુલાસા પર પ્રતિક્રિયા
શો દરમિયાન શ્રેયા દ્વારા આકાંક્ષાના બાયસેક્સ્યુઅલ હોવાનો ખુલાસો કર્યો હતો. જેનો બાદમાં આકાંક્ષાએ સ્વીકાર્યો પણ હતો. આ અંગે વાત કરતા આકાંક્ષાએ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ પ્લેટફોર્મ પર જઈને પોતાના છૂટાછેડા કે અંગત જીવન વિશે ખોટું કેમ બોલે? તેણે સ્પષ્ટ કર્યું કે આ કોઈ ગેમ કે ટીઆરપી મેળવવાની ચાલ નહોતી, પરંતુ તેનું જીવન વાસ્તવિક છે. કોઈ પણ પોતાની સેક્સ્યુઆલિટીને લઈને ખોટું બોલીને પોતાના કરિયર અને પરિવારનું નુકસાન કરવા માંગતી નથી. તેણે કહ્યું કે તેણે પોતાનું સાચું સ્વરૂપ સ્વીકાર્યું છે.

ગૌરવ સાથેના છૂટાછેડા અને કાનૂની પ્રક્રિયા
અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેમના અને ગૌરવ વચ્ચેના છૂટાછેડાનો મામલો હાલમાં ચાલી રહ્યો છે અને તેમની લીગલ ટીમ આ અંગે કામ કરી રહી છે. તે છેલ્લા 18 મહિનાથી પોતાના માતા-પિતા સાથે રહે છે. આકાંક્ષાએ સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં હવે કોઈ અન્ય રિયાલિટી શો કરવા માગતી નથી, પરંતુ તે ટેલિવિઝન, ફિલ્મો અથવા ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર ખૂબ જ સક્રિય થઈને ઉત્તમ કામ કરવા માટે ઉત્સુક છે. (ALL IMAGE - Instagram @akankshagkhanna)










