Entertainment

ફિલ્મ Toxicમાં અતરંગી દ્રશ્યો પર વિવાદ થતાં અભિનેતા યશે આપ્યો ટ્રોલર્સને જવાબ, Gen Z અંગે શું કહ્યું?

By GS Team
15 Aug 20262 mins read
TukuTouch Logo
સાઉથના સુપરસ્ટાર યશની બહુચર્ચિત ફિલ્મ 'ટોક્સિક' 26 ઓગસ્ટ, 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મના રોમેન્ટિક અને ઈન્ટિમેટ સીનને લઈ ટીકાઓ થતા, યશે તાજેતરમાં જણાવ્યું કે અશ્લીલતાની એક મર્યાદા હોય છે અને તેને કલાત્મક રીતે ફિલ્માવવી પડે. આ કન્નડ ફિલ્મ હિન્દી સહિત અનેક ભાષાઓમાં રિલીઝ થશે, જેમાં કિયારા અડવાણી અને નયનતારા પણ જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ Toxicમાં અતરંગી દ્રશ્યો પર વિવાદ થતાં અભિનેતા યશે આપ્યો ટ્રોલર્સને જવાબ, Gen Z અંગે શું કહ્યું?

Yash Toxic Movie Release Date : સાઉથના સુપરસ્ટાર યશ પોતાની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ટોક્સિક' (Toxic)ની રિલીઝ માટે તૈયાર છે, જે આગામી 26 ઓગસ્ટ, 2026ના રોજ મોટા પડદા પર ધમાકો કરવા માટે આવી રહી છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર અને ગીતોમાં દેખાડવામાં આવેલા રોમેન્ટિક અને ઈન્ટિમેટ સીનને કારણે તે સતત ચર્ચામાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન યશે ફિલ્મના કન્ટેન્ટ, અશ્લીલતા અને Gen Z પેઢી વિશે ખુલીને વાતચીત કરી છે અને થતી ટીકાઓનો જવાબ આપ્યો છે.

'અશ્લીલતાની એક મર્યાદા હોય છે, તેને કલાત્મક રીતે ફિલ્માવવી પડે'

એક શો દરમિયાન જ્યારે યશને ફિલ્મોમાં હિંસા અને સેક્સ સીન તેમજ યુવા પેઢી પર તેની અસર વિશે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે ખૂબ જ પરિપક્વ જવાબ આપ્યો. યશે જણાવ્યું કે, "મને લાગે છે કે નવી પેઢી હંમેશાં પહેલાં કરતા સારી હોય છે, અને જૂની પેઢીને હંમેશાં એવું જ લાગે છે કે નવી પેઢી બગડી ગઈ છે." અશ્લીલતા વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "અશ્લીલતા ખોટી છે. મેં તો કિસ પણ નથી કરી, તમે જોયું જ હશે. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે; આપણે પણ આ વાત સમજીએ છીએ." તેમણે ઉમેર્યું કે આવી ચીજોને કલાત્મક રીતે શૂટ કરવી પડે છે અને આ સિનેમાનો પ્રભાવ તથા ક્રિએટરનો અવાજ છે.

ટોક્સિક ફિલ્મની રિલીઝ અને સ્ટારકાસ્ટ

ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ટોક્સિક'માં યશ ઉપરાંત કિયારા અડવાણી, નયનતારા, તારા સુતારીયા, હુમા કુરૈશી અને રૂક્મિણી વસંત જેવા દિગ્ગજ કલાકારો નજરે પડશે. આ મૂળ કન્નડ ફિલ્મ છે, જેને હિન્દી સહિત અનેક ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. અગાઉ આ ફિલ્મ માર્ચ અને જૂનમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે આગામી ૨૬ ઓગસ્ટે સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે સજ્જ છે.