Entertainment

LAમાં ‘રામાયણ પાર્ટ 1’નું વર્લ્ડ પ્રીમિયર: યશને જોતાં જ વિદેશી ધરતી પર ગુંજ્યા ‘રાવણ’ના નારા!

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ પાર્ટ 1'નો ભવ્ય વર્લ્ડ પ્રીમિયર અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો. રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સહિતની સ્ટારકાસ્ટ ભારતીય પરંપરાગત વેશભૂષામાં રેડ કાર્પેટ પર જોવા મળી. યશના પ્રવેશતા જ ફેન્સે 'રાવણ'ના નારા લગાવ્યા. આ ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

LAમાં ‘રામાયણ પાર્ટ 1’નું વર્લ્ડ પ્રીમિયર: યશને જોતાં જ વિદેશી ધરતી પર ગુંજ્યા ‘રાવણ’ના નારા!

Ramayana Premieres In Los Angeles: દિગ્દર્શક નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ પૌરાણિક ફિલ્મ 'રામાયણ પાર્ટ 1'નો ભવ્ય વર્લ્ડ પ્રીમિયર અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો. ફિલ્મ નિર્માતા નમિત મલ્હોત્રા અને યશ આ ફિલ્મને ભારત ઉપરાંત વિદેશમાં પણ અત્યંત ભવ્ય સ્કેલ પર રજૂ કરી રહ્યા છે. રેડ કાર્પેટ પર શ્રી રામનું પાત્ર ભજવતા રણબીર કપૂર, માતા સીતાના રોલમાં સાંઈ પલ્લવી અને લંકાપતિ રાવણ બનેલા કન્નડ સુપરસ્ટાર યશનું વિદેશી દર્શકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટ્રેડિશનલ અંદાજમાં રેડ કાર્પેટ પર પહોંચી સ્ટારકાસ્ટ

લોસ એન્જલસના રેડ કાર્પેટ પર ફિલ્મની આખી સ્ટારકાસ્ટ પોતાના શાનદાર ભારતીય ટ્રેડિશનલ આઉટફિટમાં નજરે પડી હતી:

  •  રણબીર કપૂર આઇવરી કલરની જેકેટ અને બ્લેક ટ્રાઉઝરમાં અત્યંત આકર્ષક દેખાઈ રહ્યો હતો.
  • સાંઈ પલ્લવીએ લાલ રંગની સાડી અને પોતાની સ્માઇલથી ત્યાં હાજર તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
  • લંકાપતિ રાવણનું પાત્ર ભજવનાર અભિનેતા યશ ઓલ-બ્લેક આઉટફિટમાં પહોંચ્યા હતા, જેના પર દસ માથાવાળો ખાસ ગોલ્ડન રંગનો બ્રોચ લાગેલો હતો.
  • સ્ટાર્સ ઉપરાંત નિર્માતા નમિત મલ્હોત્રા અને ડિરેક્ટર નિતેશ તિવારી પણ પરંપરાગત ભારતીય લુકમાં જોવા મળ્યા હતા.

યશને જોઈને લોકોએ લગાવ્યા 'રાવણ'ના નારા

વર્લ્ડ પ્રીમિયરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં યશ પોતાની પત્ની સાથે રેડ કાર્પેટ પર આવ્યા કે તરત જ ત્યાં હાજર ફેન્સે ઉત્સાહમાં 'રાવણ-રાવણ'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

  • યશે ઉપસ્થિત ઓડિયન્સનું કન્નડ ભાષામાં અભિવાદન કર્યું હતું અને પોતાની સિનેમેટિક સફર પર વાત કરી હતી.
  • રેડ કાર્પેટ પર મીડિયા સાથે વાતચીતમાં યશે જણાવ્યું હતું કે, તમે ક્યાંથી શરૂઆત કરી છે તે એ નક્કી નથી કરતું કે તમારે ક્યાં સુધી પહોંચવાનું છે; આજે તેઓ કન્નડ અને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગર્વ અનુભવતા સભ્ય તરીકે પોતાની વાત વિશ્વ સમક્ષ મૂકી રહ્યા છે.
  • તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતમાં આપણે માત્ર વાર્તાઓ કહેતા નથી પરંતુ તેને યાદ રાખીને આવનારી પેઢીઓ સુધી પહોંચાડીએ છીએ અને હજારો વર્ષો જૂની આ કહાનીને વિશ્વ મંચ પર લાવવાનો તેમને ગર્વ છે.

ક્યારે રિલીઝ થશે 'રામાયણ પાર્ટ 1'?

આ ભવ્ય વર્લ્ડ પ્રીમિયરમાં બોલિવૂડ કલાકારોની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના ટેલેન્ટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 5 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જ્યારે તેનો પ્રીવ્યૂ શો 4 નવેમ્બર 2026ના રોજ યોજાશે.