Entertainment

‘બે રાત માટે મોરિશિયસ ફરવા આવશો?...' મિર્ઝાપુરની અભિનેત્રી સાથે કરાઈ ગંદી ડિમાન્ડ

By GS Team
23 Aug 20262 mins read
TukuTouch Logo
'મિર્ઝાપુર'ની ઝરીના ઉર્ફે અનંગ્શા બિસ્વાસે પોતાના કડવા અનુભવનો ખુલાસો કર્યો છે. 'મિર્ઝાપુર' સિઝન 1 પછી તેને "એક રાતના કેટલા લેશો?" જેવા અજીબ મેઇલ અને કોમેન્ટ્સ મળતા હતા. અભિનેત્રીએ જણાવ્યું કે લોકોએ તેની ઓન-સ્ક્રીન બોલ્ડ ઇમેજ જોઈને રિયલ લાઇફમાં તેના વિશે ખોટી ધારણા બાંધી લીધી હતી. આને કારણે તેને સોશિયલ મીડિયા પર માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

‘બે રાત માટે મોરિશિયસ ફરવા આવશો?...' મિર્ઝાપુરની અભિનેત્રી સાથે કરાઈ ગંદી ડિમાન્ડ

Anangsha Biswas Mirzapur Zarina : લોકપ્રિય વેબ સીરિઝ 'મિર્ઝાપુર'માં ઝરીનાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી અનંગ્શા બિસ્વાસે તાજેતરમાં પોતાના જીવન સાથે જોડાયેલા એક કડવા અનુભવનો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે 'મિર્ઝાપુર' સિઝન 1 ના પ્રસારણ પછી તેને ખૂબ જ અજીબ અને આઘાતજનક મેઇલ તેમજ કોમેન્ટ્સ મળવાના શરૂ થયા હતા. લોકોએ તેની ઓન-સ્ક્રીન બોલ્ડ ઇમેજ જોઈને રિયલ લાઇફમાં પણ તેના વિશે ખોટી ધારણાઓ બાંધી લેવામા આવી હતી. જેના કારણે તેને સોશિયલ મીડિયા પર માનસિક ત્રાસ આપતી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો.

image.png

'એક રાતના કેટલા લેશો?': યુઝર્સે વટાવી મર્યાદા

પોતાની આપવીતી સંભળાવતા અનંગ્શાએ કહ્યું કે, "રિયલ લાઇફમાં હું ઝરીના જેવી બિલકુલ નથી. પરંતુ સીરિઝ જોયા પછી લોકોને લાગ્યું કે તેઓ મને ખરીદી શકે છે. મને સોશિયલ મીડિયા પર સતત એવા મેસેજ આવતા હતા કે 'તમે એક રાતના કેટલા લેશો?' અથવા 'અમારી સાથે 2 દિવસ માટે મોરિશિયસ ફરવા આવો'."

તેણે કહ્યું કે, તેનું ઇનબોક્સ આવા ગંદા મેસેજોથી ભરાઈ ગયું હતું. લોકોની આવી નકારાત્મક માનસિકતા જોઈને તે શરૂઆતમાં ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને ભારે તણાવમાં આવી ગઈ હતી.

image.png

અભિનય અને વાસ્તવિક જીવન વચ્ચેનો તફાવત

અનંગ્શાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, લોકોએ સમજવું જોઈએ કે કલાકાર પડદા પર જે પાત્ર ભજવે છે તે તેનું વાસ્તવિક વ્યક્તિત્વ નથી હોતું. તેણે કહ્યું, "મારા માટે મારું કામ સરસ્વતી સમાન પૂજનીય છે. મેં મારું પાત્ર સારી રીતે ભજવ્યું એટલે લોકોએ માની લીધું કે હું ખરેખર એવી જ છું. જો લોકો થોડા સંવેદનશીલ બને તો તેઓ મારી કલાની કદર કરી શકશે." તેણે ઉમેર્યું કે લોકોની ખોટી વિચારસરણી બદલાય તે હેતુથી જ તેણે આ મુદ્દે ખુલીને વાત કરવાનો નિર્ણય લીધો છે.

Anang-wishwa.jpg