Entertainment

'વેલકમ ટુ ધ જંગલ'નું ટ્રેલર: ભારતની પહેલી '2000 કરોડની ફેક ફિલ્મ', અક્ષય-સુનિલની જોડીએ જમાવ્યો રંગ

By GS Team
11 Jun 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘વેલકમ’ની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે 11 જૂનના રોજ સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાના બરાબર 15 દિવસ પહેલા આવેલા આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તહેલકો મચાવી દીધો છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોની ફોજથી સજ્જ આ ટ્રેલરમાં એક્શન, કોમેડી, રોમાન્સ, ડ્રામા અને સસ્પેન્સ ભરપૂર માત્રામાં જોવા મળી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'વેલકમ ટુ ધ જંગલ'નું ટ્રેલર: ભારતની પહેલી '2000 કરોડની ફેક ફિલ્મ', અક્ષય-સુનિલની જોડીએ જમાવ્યો રંગ

Welcome To The Jungle Trailer Release: બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝી ‘વેલકમ’ની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે 11 જૂનના રોજ સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાના બરાબર 15 દિવસ પહેલા આવેલા આ ટ્રેલરે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તહેલકો મચાવી દીધો છે. બોલિવૂડના દિગ્ગજ કલાકારોની ફોજથી સજ્જ આ ટ્રેલરમાં એક્શન, કોમેડી, રોમાન્સ, ડ્રામા અને સસ્પેન્સ ભરપૂર માત્રામાં જોવા મળી રહ્યું છે.

‘હેરા ફેરી’ની યાદ અપાવશે અક્ષય-સુનિલની જુગલબંધી

જેવી રીતે આશા રાખવામાં આવી રહી હતી કે ‘વેલકમ’ સીરિઝની આ ત્રીજી ફિલ્મ હાસ્ય અને રોમાંચનો ડબલ ડોઝ આપશે, ટ્રેલર તે અપેક્ષાઓ પર બિલકુલ ખરું ઉતર્યું છે. ટ્રેલરમાં કેટલીક જગ્યાએ અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી વચ્ચેની નોકઝોક અને કેમિસ્ટ્રી જોઈને ચાહકોને સુપરહિટ ફિલ્મ ‘હેરા ફેરી’ના દિવસો યાદ આવી જશે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ માટે YRF સ્ટુડિયો ખાતે એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ફિલ્મના તમામ સ્ટાર્સે સાથે મળીને ખૂબ મસ્તી કરી હતી. આ ટ્રેલર દર્શાવે છે કે ફિલ્મમાં નોન-સ્ટોપ કન્ફ્યુઝન, અફરાતફરી અને ભરપૂર ફેમિલી એન્ટરટેઇનમેન્ટ મળવાનું છે.

‘ઇન્ડિયાની પહેલી 2000 કરોડી ફેક ફિલ્મ’

અંદાજે 4 મિનિટ 10 સેકન્ડ લાંબા આ ટ્રેલરની શરૂઆત જ એક અત્યંત રમુજી સ્ટેટમેન્ટથી થાય છે, જેમાં સ્ક્રીન પર લખેલું જોવા મળે છે, ‘ઇન્ડિયાની પહેલી 2000 કરોડી ફેક ફિલ્મ’. ટ્રેલરની શરૂઆતમાં જ્યારે જેકલીન ફર્નાન્ડીઝ પૂછે છે કે, “ટાઇટલ ક્યાં હૈ તુમકા?” ત્યારે પરેશ રાવલ પોતાના આગવા અંદાજમાં જવાબ આપે છે કે, “એક જબરદસ્ત કહાની હૈ – વેલકમ ટુ ધ જંગલ”. ત્યારબાદ ટ્રેલરમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટનો ખૂબ જ ફની રીતે પરિચય કરાવવામાં આવે છે. આગળ જતાં પરેશ રાવલ પોતાની ટીમને સમજાવે છે કે આ એક આર્મી બેઝ્ડ ફિલ્મ છે. ટૂંકમાં, ફિલ્મ બનાવવા માટે કેવા-કેવા જુગાડ અને તિકડમ લગાવવા પડે છે, આખી વાર્તા તેની આસપાસ વણાયેલી છે.

ટ્રેલરમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ ઉપરાંત રાજપાલ યાદવ, રવીના ટંડન, સુનિલ શેટ્ટી, લારા દત્તા, ફરીદા જલાલ અને જેકી શ્રોફ જેવા દરેક કલાકારોને પોતાની કોમેડી ટાઈમિંગ ચમકાવવાની પૂરતી તક મળી છે. આ ઉપરાંત અક્ષય અને સુનિલ શેટ્ટીના રિયલ લાઈફ સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ પણ ફિલ્મમાં ફની એંગલ તરીકે વણી લેવાયા છે.

આ પણ વાંચો: ‘પહેલાં તે હીરોઈન હતી, હવે હીરોઈનની માતા છે’, રવીના ટંડન સાથે વર્ષો પછી કામ કરવા મુદ્દે અક્ષય કુમારનું નિવેદન

26 જૂનના રોજ થિયેટરોમાં થશે ધમાકો

કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ બિગ બજેટ કોમેડી ફિલ્મ ચાલુ મહિનાના અંતમાં એટલે કે 26 જૂન 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે અને તેમની સાથે મનોરંજનના સ્તરને ઊંચાઈ પર લઈ જવા માટે અર્શદ વારસી, દિશા પટણી, ઉર્વશી રૌતેલા, જોની લીવર, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા અને સિંગર દલેર મહેંદી જેવા કલાકારોએ પણ જોરદાર મહેનત કરી છે.