Get The App

ચાર રાજ્યોમાં ઈલેક્શન આઈડી માટે પ્રકાશ રાજ સામે વોરન્ટ

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
ચાર રાજ્યોમાં  ઈલેક્શન આઈડી માટે પ્રકાશ રાજ સામે વોરન્ટ 1 - image

- પ્રકાશ રાજની ધરપકડ થવાની શક્યતા

- પ્રકાશરાજ બે વાર હાજર ન થતાં કોર્ટે  બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડયું

મુંબઇ : બેન્ગાલુરૂની ૪૮મી એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક કરતાં વધારે મતદાર ઓળખપત્રો ધરાવવાના કેસમાં અગાઉ બે વાર સમન્સ જારી કરવા છતાં આરોપી પ્રકાશરાજ અદાલત સમક્ષ હાજર ન થતાં કોર્ટે હવે પ્રકાશરાજ સામે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડતાં તેમની ધરપકડ થવાની શક્યતા ઉભી થઇ છે. 

૨૦૧૯માં એડવોકેટ દિલિપ કુમારે હાલાસુરૂ ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે પ્રકાશ રાજ કર્ણાટક, તમિલનાડુ અને તેલંગણા સહિત ચાર રાજ્યોમાં મતદાર ઓળખપત્રો ધરાવે છે. જો આ ફરિયાદ પુરવાર થાય તો ચૂટણીના નિયમોનો ભંગ થાય તેમ છે. 

દિલિપ કુમારે નોંધાવેલી ફરિયાદ પર પોલીસે પગલાં ન ભરતાં તેમણે પોલીસ કમિશનર અને ચૂંટણી પંચ સમક્ષ પણ ફરિયાદ કરી હતી. પણ તેમને કશેથી પ્રતિસાદ ન મળતાં તેમણે કોર્ટમાં અરજી કરી હતી. 

ચૂંટણી પંચના નિયમો અનુસાર કોઇપણ નાગરિક દેશના એક રાજ્યમાં એક જ મતદાર ઓળખપત્ર ધરાવી શકે. 

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રકાશરાજ  પાસે એક કરતાં વધારે મતદાર ઓળખપત્રો હોઇ આ જોગવાઇનો ભંગ થયો છે. પ્રકાશરાજે અગાઉ કોર્ટના સમન્સ જારી થયા ત્યારે હાજર ન રહેતા હવે અદાલતે તેમની સામે બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે.