Entertainment

વિરેન્દ્ર સહેવાગનો યમરાજ લુક જોઈ ફેન્સના ઉડી ગયા હોશ, નવી ઈનિંગ્સનું ધમાકેદાર ટ્રેલર વાયરલ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ હાલ યમરાજના અવતારમાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમની આ તસવીરો વાયરલ થઈ છે, જેમાં તેઓ યમરાજ જેવા દેખાય છે. સેહવાગ એક નવા રિયાલિટી શોના હોસ્ટ તરીકે ટીવી અને OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ અનોખો લુક તેમના નવા શોના પ્રમોશનનો ભાગ છે. ક્રિકેટ બાદ હવે તેઓ મનોરંજન ક્ષેત્રે નવી ઇનિંગ્સ શરૂ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરેન્દ્ર સહેવાગનો યમરાજ લુક જોઈ ફેન્સના ઉડી ગયા હોશ, નવી ઈનિંગ્સનું ધમાકેદાર ટ્રેલર વાયરલ

Virender Sehwag Yamraj Look : ક્રિકેટના મેદાનમાં પોતાની આક્રમક બેટિંગથી બોલરોના પરસેવા છૂટાડનારા ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સહેવાગ હવે એક અલગ જ કારણસર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમની કેટલીક નવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ યમરાજના અવતારમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરો જોઈને તેમના ચાહકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.

યમરાજના લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

વિરેન્દ્ર સહેવાગે (Virender Sehwag) પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યમરાજના લુકમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો સામે આવ્યા બાદ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ઘણા લોકો તેમના આ નવા અવતાર પાછળનું કારણ જાણવા આતુર બન્યા છે.

અગાઉ પણ અનેક અનોખા અવતારમાં દેખાયા હતા

આ પહેલી વાર નથી જ્યારે સહેવાગ કોઈ અલગ અંદાજમાં જોવા મળ્યા હોય. આ પહેલાં તેઓ વૈજ્ઞાનિક ન્યુટનના અંદાજમાં સફરજન પડવાની રાહ જોતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, તેઓ ડૉક્ટર અને સ્કૂલ ટીચરના રૂપમાં પણ દેખાઈ ચૂક્યા છે, જેના કારણે તેમના દરેક નવા લુકને લઈને ચાહકોમાં ચર્ચા જાગે છે.

ચાહકોના મનમાં એક જ સવાલ

સહેવાગના સતત બદલાતા અવતારો જોઈને સોશિયલ મીડિયા પર એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે તેઓ વારંવાર આવા અલગ-અલગ પાત્રો કેમ ભજવી રહ્યા છે. ઘણા ચાહકોને લાગ્યું હતું કે કદાચ તેઓ કોઈ ખાસ પ્રોજેક્ટ અથવા જાહેરાત સાથે જોડાયેલા છે.

ટીવી અને OTT પર નવી ભૂમિકામાં જોવા મળશે

હકીકતમાં, સહેવાગ હવે ટીવી અને OTT પ્લેટફોર્મની દુનિયામાં એક નવા રિયાલિટી શોના હોસ્ટ તરીકે જોવા મળવાના છે. આ શોનો પ્રોમો પણ સામે આવી ચૂક્યો છે, જેમાં તેમનો યમરાજવાળો અનોખો અંદાજ જોવા મળે છે. ક્રિકેટ બાદ હવે તેઓ મનોરંજનની દુનિયામાં પણ પોતાની નવી ઇનિંગ્સ શરૂ કરવા તૈયાર દેખાઈ રહ્યા છે.

સહેવાગનો નવો અંદાજ બન્યો ચર્ચાનો વિષય

ક્રિકેટના મેદાનમાં પોતાની નિડર રમત માટે જાણીતા સહેવાગ હવે સ્ક્રીન પર પણ અલગ જ અંદાજમાં જોવા મળશે. યમરાજના લુકથી લઈને અન્ય અનેક પાત્રો સુધી, તેમનો આ નવો અવતાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે અને ચાહકો આતુરતાથી તેમની નવી ઇનિંગ્સની રાહ જોઈ રહ્યા છે.