Get The App

કેટલાક લેભાગુઓ મારા નામે પૈસા માંગી રહ્યા છે, સોનુ સૂદે શ્રમિકોને ચેતવ્યા

Updated: Jun 5th, 2020

GS TEAM

Google News
Google News
કેટલાક લેભાગુઓ મારા નામે પૈસા માંગી રહ્યા છે, સોનુ સૂદે  શ્રમિકોને ચેતવ્યા 1 - image

મુંબઇ, તા.5 જુન 2020, શુક્રવાર

લોકડાઉન વચ્ચે ફસાઈ ગયેલા મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીને આખા દેશમાં સાચા અર્થમાં હીરો બની ગયેલા સોનુ સૂદના નામે હવે લેભાગુઓએ ઠગાઈ શરુ કરી છે.

સોનુએ અત્યાર સુધીમાં સેંકડો બસોની વ્યવસ્થા કરીને મજૂરોને તેમના ઘરે મોકલ્યા છે.હવે સોનુના નામે કેટલાક ગઠીયાઓએ ગરીબ મજૂરો પાસેથી પૈસા ઉઘરાવવાનુ શરુ કરી દીધુ છે.સોનુ સુદે પોતે જ લોકોને આ માટે ચેતવણી આપી છે.

કેટલાક લેભાગુઓ મારા નામે પૈસા માંગી રહ્યા છે, સોનુ સૂદે  શ્રમિકોને ચેતવ્યા 2 - imageસોનુએ કહ્યુ હતુ કે, કેટલાક લોકો તમારી જરુરિયાતનો ફાયદો ઉઠાવવા માટે તમારો સંપર્ક કરશે , તેઓ જો મારા નામે પૈસા માંગે તો ના પાડી દેજો અને મારો અથવા નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરજો.કારણકે અમે જે સેવા કરી રહ્યા છે તે માટે એક પણ રુપિયો લઈ રહ્યા નથી.

સોનુએ લેભાગુઓ કેવી રીતે પૈસા માંગે છે તેના વોટસએપ સ્ક્રીન શોટ પણ સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા.સોનુ હાલમાં વાવાઝોડા નિસર્ગથી પ્રભાવિત લોકોની મદદ પણ કરી રહ્યો છે.તેણે વાવાઝોડાથી અસરગ્રસ્ત 28000 લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી છે.

Tags :