Get The App

વિજય વર્માની મટકા કિંગ સીરિઝ એપ્રિલમાં રજૂ થશે

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
વિજય વર્માની મટકા કિંગ સીરિઝ એપ્રિલમાં રજૂ થશે 1 - image

- મુંબઈના મટકા બિઝનેસ પરની વાર્તા હશે

- હવે બહુ ઓછો દેખાતો પીઢ કલાકાર ગુલશન ગ્રોવર આ સીરિઝમાં મહત્વની ભૂમિકામાં

મુંબઈ: મુંબઈથી સંચાલિત થતો મટકા બિઝનેસ એક જમાનામાં દેશભરમાં ફેલાયેલો હતો. ૬૦ના દાયકામાં વ્યાપેલા આ મટકા બિઝનેસની સ્ટોરી ધરાવતી સીરિઝ 'મટકાકિંગ' આગામી એપ્રિલમાં રજૂ થવાની છે. વિજય વર્મા આ સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. તેની સાથે કૃતિકા કામરા અને સઈ તમ્હણેકર સહિતના કલાકારો છે. એક જમાનોનો બોલિવુડનો ખુંખાર વિલન પરંતુ હવે બહુ ઓછી ભૂમિકાઓ સ્વીકારતો ગુલશન ગ્રોવર પણ આ સીરિઝમાં એક મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

આ સીરિઝનું દિગ્દર્શન નાગરાજ મંજુલેએ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૯૭૫માં ફિરોઝ ખાને મટકા બિઝનેસ પર ફિલ્મ બનાવી હતી જેમાં પ્રેમનાથે મટકા કિંગની ભૂમિકા ભજવી હતી.