વિજય સેતુપતિની મહારાજા ફિલ્મની હોલિવૂડમાં રિમેક બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હોલિવૂડ રિમેક બનવાની હોય તેવી પહેલી તમિલ ફિલ્મ
- ચીનમાં સફળ થયા પછી હોલિવુડના સર્જકોને રસ પડયોઃ હિંદી રાઈટ્સ આમિર પાસે
મુંબઈ : જુન ૨૦૨૪માં રજૂ થયેલી વિજય સેતુપતિ અને અનુરાગ કશ્યપની તમિલ ફિલ્મ 'મહારાજા' પરથી હોલિવૂડનો એક મોટો સ્ટુડિયો રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યો હોવાનું નિર્માતાએ જણાવ્યું હતું. આ પ્રથમ એવી તમિલ ફિલ્મ છે જેના પરથી હોલિવૂડમાં રિમેક બની રહી છે. તમિલમાં આ ફિલ્મનું નિર્દેશન નિથિલન સામીનાથને કર્યું છે.
મહારાજાની હોલિવૂડમાં બનનારી રીમેકમાં મેથ્યુ મેકકોનોઘી મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અટકળો થઇ રહી છે. જો કે નિર્માતા સુધન સુંદરમે જણાવ્યું હતું કે ચીનમાં આ ફિલ્મને ૯૧ કરોડ રૂપિયાની કમાણી થઇ એ પછી તેની ઇન્ટરનેશનલ રિમેકમાં લોકોને રસ પડયો છે. એક એજન્સીએ રિમેક રાઇટ મેળવવા માટે નિર્માતાનો સંપર્ક કર્યો હતો. આ એજન્સીએ મેથ્યુ મેકકોનોઘીને મુખ્ય ભૂમિકા માટે સંપર્ક કર્યો હોઇ શકે છે.
આ તો એજન્સી જ કહી શકે કે તે મુખ્ય ભૂમિકા ભજવવાનો છે કે કેમ. નિર્માતાના જણાવ્યા અનુસાર આ ફિલ્મની રિમેકનું શૂટિંગ આવતાં વર્ષથી શરૂ કરવામાં આવશે.
દરમ્યાન દુનિયાભરમાંથી લગભગ ૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મ હિન્દીમાં બનાવવાના રાઇટ્સ આમિર ખાને મેળવી લીધાં હોવાનું મનાય છે.




