દક્ષિણ ભારતના દિગ્ગજ સિંગર એસ. જાનકીનું 88 વર્ષની ઉંમરે નિધન, પદ્મ ભૂષણ લેવાનો કર્યો હતો ઇનકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

S Janaki Passed Away Mysore : સંગીત જગતમાંથી એક ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભારતની 'નાઇટિંગેલ' (કોકિલા) ના નામે દુનિયાભરમાં મશહૂર અને કરોડો લોકોના દિલો પર રાજ કરનારા અનુભવી પ્લેબેક સિંગર એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન થયું છે. સંગીતની દુનિયામાં લોકો તેમને ખૂબ જ સન્માન અને પ્રેમથી 'જાનકી અમ્મા' કહીને બોલાવતા હતા. તેમના જવાથી ન માત્ર સાઉથ સિનેમા પરંતુ સમગ્ર ભારતીય સંગીત ઉદ્યોગમાં શોક ફેલાયો છે.
સુરોની મલ્લિકા રહેલા જાનકી અમ્મા પોતાની ઉત્કૃષ્ટ ગાયકીની સાથે-સાથે પોતાના બેબાક અંદાજ માટે પણ જાણીતા હતા. વર્ષ 2013માં તેમણે તે સમયે દરેક વ્યક્તિને ચોંકાવી દીધા હતા, જ્યારે તેમણે દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ'નો સ્વીકાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમનું માનવું હતું કે, સંગીતમાં તેમના લાંબા યોગદાનના હિસાબે તેમને ઘણો સમય પહેલા જ દેશનું સર્વોચ્ચ સન્માન મળવું જોઈતું હતું.
સીએમ વિજયે કરી પોસ્ટ
તમિલનાડુના સીએમ અને એક્ટર વિજયે તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી અને કહ્યું કે, 'તેમના અવસાનથી ભારતીય સંગીત જગતને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. હું તેમના શોકગ્રસ્ત પરિવાર, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સંગીત કલાકારો અને દુનિયાભરમાં રહેલા તેમના ફેન્સ પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.'
જ્યારે અમ્માએ ઠુકરાવી દીધો હતો 'પદ્મ ભૂષણ' એવોર્ડ
વર્ષ 2013માં ભારત સરકારે એસ. જાનકીને 'પદ્મ ભૂષણ' સન્માન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે તે લેવાની ના પાડી દીધી હતી. તે સમયે તેમણે બેધડક પોતાની વાત રાખતા કહ્યું હતું કે, ભારતીય સંગીતમાં તેમના આટલા મોટા અને ઐતિહાસિક યોગદાનને જોતા તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' મળવું જોઈતું હતું. તેમનું કહેવું હતું કે, આ સન્માન તેમને ઘણું વહેલું મળી જવું જોઈતું હતું, અને હવે આ ઉંમરે આવીને પદ્મ ભૂષણ લેવાનો કોઈ અર્થ નથી.
પુરસ્કારોથી ભરેલી રહી અમ્માની સફર
જાનકી અમ્માએ તેમની લાંબી અને સુવર્ણ કરિયરમાં ગાયકીના એ મુકામ પ્રાપ્ત કર્યા, જ્યાં પહોંચવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. તેમના જાદુઈ અવાજ અને કલાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેમને પોતાની કરિયરમાં 4 વાર પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards)થી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય, અલગ-અલગ રાજ્યોના ફિલ્મ પુરસ્કારોની વાત કરીએ તો, તેમણે પોતાના નામે 33 રાજ્ય ફિલ્મ પુરસ્કારો સમેટ્યા હતા.









