Get The App

ટોક્સિકના કારણે વરુણ-મૃણાલની ફિલ્મ એક સપ્તાહ પાછળ ખસી

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
ટોક્સિકના કારણે વરુણ-મૃણાલની ફિલ્મ એક સપ્તાહ પાછળ ખસી 1 - image

- ટોક્સિકની રીલિઝ ડેટ બદલાતાં  સંકટ સર્જાયું હતું    

- હૈ જવાની તો ઈશ્ક હોના હી થા હવે પાંચને બદલે 12મી જૂને રીલિઝ કરાશે

મુંબઇ : આખરે 'ટોક્સિક'ની રીલિઝ  ડેટ બદલાવાના કારણે વરુણ ધવન તથા મૃણાલ ઠાકુરની ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હી થા'ને પણ પાછળ ધકેલવી પડી છે. 

આ ફિલ્મ પાંચમીને બદલે હવે તા. ૧૨મી જૂને રજૂ થશે. 

'ટોક્સિક' આ મહિને રીલિઝ થવાની હતી. પરંતુ, 'ધુરંધર ટુ ' સાથે ક્લેશ ટાળવા તેને પાછળ ઠેલાઈ હતી. તે વખતે જ વરુણની ફિલ્મના નિર્માતા રમેશ તૌરાણીએ એમ કહીને રોષ વ્યક્ત કર્યો હતો કે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ફિલ્મની રીલિઝ ડેટ પહેલેથી નક્કી થઈ ગઈ હોય અને બીજા નિર્માતા એ જ દિવસે પોતાની ફિલ્મ રજૂ કરવા ધારે તો તે પહેલેથી તારીખ જાહેર કરનારા નિર્માતા સાથે સંતલસ કરે છે. પરંતુ 'ટોક્સિક'ના નિર્માતાઓએ આવું કોઈ સૌજન્ય દાખવ્યું નથી. 

દેખીતી રીતે જ વરુણ ધવન કરતાં યશનું ફેન ફોલોઇંગ ક્યાંય વધારે હોવાથી યશની 'ટોક્સિક' સામે વરુણની ફિલ્મ ટકી શકે તેમ નથી. આથી, આ ફિલ્મને એક સપ્તાહ પાછળ ઠેલવામાં આવી છે. જોકે, તેના કારણે પણ તેને કેટલો ફાયદો થશે તે કહેવુું મુશ્કેલ છે.