Get The App

વરુણ ધવનની ભત્રીજી અંજિનીને સલમાનની સિકંદરમાં તક મળી

Updated: Feb 4th, 2025

GS TEAM

Google News
Google News
વરુણ ધવનની ભત્રીજી અંજિનીને સલમાનની સિકંદરમાં તક મળી 1 - image


- વરુણ જેમ અંજની પણ  પરિવારના સંપર્કોને સહારે

- રશ્મિકા મંદાનીની પણ ભૂમિકા ધરાવતી સિકંદર આગામી ઈદ વખતે રીલિઝ થશે

મુંબઈ : વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવનને સલમાન ખાન સાથે 'સિકંદર' ફિલ્માં સ્ક્રીન શેર કરવાની તક મળી છે. 

વરુણ ધવન બોલીવૂડનો એવરેજ એક્ટર ગણાય છે અને એક્ટિંગ સ્કિલ્સ કે કમર્શિઅલ સફળતાની રીતે પણ તેણે ખાસ કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી નથી. આમ છતાં પણ ફિલ્મી પરિવારમાંથી આવતો હોવાથી તેને એક પછી એક ફિલ્મો મળ્યે જાય છે. હવે અંજિની પણ પરિવારના સંપર્કોના આધારે ફિલ્મો મેળવી રહી છે. અગાઉ તે 'બિન્ની એન્ડ ફેમિલી' ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે અને હવે તેણે જાતે જ જાહેર કર્યું છે તેમ તે સલમાન ખાન સાથે 'સિકંદર' ફિલ્મમાં સ્ક્રીન શેર કરવાની છે. 

આગામી ઈદ વખતે રીલિઝ થનારી આ ફિલ્મમાં રશ્મિકા મંદાના અને કાજલ અગ્રવાલની પણ ભૂમિકાઓ છે. આ સંજોગોમાં અંજિનીનો રોલ બહુ ટૂંકો હશે તે અપેક્ષિત છે.  

Tags :