Entertainment
વરુણ ધવન શોર્ટસ પહેરીને મંદિર દર્શને જતાં ટ્રોલ થયો
By GS Team
5 Jun 20261 min read

મુંબઈ : વરુણ ધવન પોતાની ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' માટે પ્રાર્થનાના નામે મુંબઈનાં એક મંદિરમાં ફક્ત બનિયાન તથા શોર્ટસ પહેરીને પહોંચી ગયો હતો. તેની તસવીરો વાયરલ થતાં ચાહકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો. લોકોએ કોમેન્ટ કરી હતી કે ફિલ્મ પ્રમોશનની લ્હાયમાં વરુણ શિષ્ટાચાર પણ ભૂલી ગયો છે. કેટલાકે લખ્યું હતું કે વરુણને ખ્યાલ નથી રહ્યો કે કોઈ મોલ અને મંદિરમાં એક જ સરખાં વસ્ત્રો પહેરીને ફિલ્મ પ્રમોશન ન કરાય.
બીજી તરફ ડેવિડ ધવને વરુણને બચાવ કરતાં કહ્યું હતું કે તે બહુ માસુમ છે. તે દિલમાં આવે એ પ્રમાણે વર્તન કરે છે.









