લ્યો હવે LPG ઉપર ટેક્સ વસૂલશે સરકાર! ઘરનું બજેટ બગાડી નાખવાની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કેન્દ્ર સરકાર દ્વારા રસોઈ ગેસ (LPG) અને નેચરલ ગેસ પર નવો ટેક્સ વસૂલવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે, તો સામાન્ય નાગરિકોના માસિક બિલમાં વધારો થઈ શકે છે અને મોંઘવારીમાં વધુ વધારો જોવા મળી શકે છે.
42 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરવાની યોજના
એક અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર ફ્યુઅલ સ્ટોરેજ સ્કીમ અંતર્ગત મદદ માટે આશરે 42 અબજ ડોલર (લગભગ 3.99 લાખ કરોડ રૂપિયા) નું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ રકમ એલપીજી અને નેચરલ ગેસના યુઝર્સ પાસેથી વધારાના ચાર્જ તરીકે વસૂલવામાં આવી શકે છે, જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સિલિન્ડર દીઠ કેટલો વધારો થઈ શકે?
અહેવાલો અનુસાર, પેટ્રોલિયમ મંત્રાલય એલપીજી પર 1.29 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને નેચરલ ગેસ પર પ્રતિ સ્ટાન્ડર્ડ ઘન મીટર 1.43 રૂપિયાનો ચાર્જ વસૂલવા પર વિચાર કરી રહી છે. આ ટેક્સ લાગુ થવાથી એક ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં આશરે 18 રૂપિયાનો વધારો થઈ શકે છે.
ઊર્જા સંકટ અને વ્યુહાત્મક ભંડોળની જરૂરિયાત
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને આયાત ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પોતાની ઊર્જા સુરક્ષા મજબૂત કરવા માંગે છે. દેશ તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના મોટાભાગના ભાગ માટે આયાત પર નિર્ભર છે, તેથી કટોકટીના સમયમાં અછત ન સર્જાય તે માટે આ વ્યુહાત્મક ભંડોળ ઊભું કરવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.









