સમય રૈનાના શૉમાં બિહારની શિક્ષિકાના વિવાદિત નિવેદન પર હોબાળો, લોકોનો રોષ ભભૂક્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sakshi Jha Man Hater Controversy : સમય રૈનાનો શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2' (India's Got Latent 2) તેનો ત્રીજો એપિસોડ રિલીઝ થયા બાદ ફરી એકવાર ઓનલાઇન ચર્ચામાં આવ્યો છે. આ વખતે કન્ટેસ્ટન્ટ સાક્ષી ઝા પોતાના વિવાદાસ્પદ ઓડિશનના કારણે લાઇમલાઇટમાં આવી ગઈ છે. ઓડિશન દરમિયાન તેણે પોતાની જાતને 'પુરુષોથી નફરત કરનારી'(Man-Hater) ગણાવી હતી, અને કહ્યું હતું કે, તે દારૂ પીધા પછી પોતાના પતિને મારવા માંગે છે. તેની આ વાતો અને હોસ્ટ સમય રૈના સાથેની વાતચીત સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે, જેના પર લોકો પોતાનો ભારે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ વિવાદાસ્પદ પરફોર્મન્સે શોમાં એક નવો રૅકોર્ડ પણ બનાવ્યો છે. સાક્ષી આ સીઝનની પહેલી એવી કન્ટેસ્ટન્ટ બની ગઈ છે, જેને જજિંગ પેનલના તમામ સભ્યો તરફથી 0 પોઇન્ટ્સ મળ્યા છે.
સાક્ષી ઝાએ પોતાની જાતને 'મેન-હેટર' ગણાવી
સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવા બદલ તાજેતરમાં જ સમય રૈનાને 3 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન હવે કોમેડિયન સમયનો આ શો એક કન્ટેસ્ટન્ટના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં છે. 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ સીઝન 2'નો ત્રીજો એપિસોડ શુક્રવારે નેટફ્લિક્સ પર રિલીઝ થયો હતો, જેમાં સાક્ષી ઝા સહિત ઘણા નવા કન્ટેસ્ટન્ટ્સ સામેલ થયા હતા. બિહારની રહેવાસી શિક્ષક અને સોશિયલ મીડિયા ક્રિએટર સાક્ષી પોતાના વિવાદાસ્પદ ઓડિશનને કારણે સૌથી વધુ ચર્ચામાં આવી ગઈ છે.
ઓડિશન દરમિયાન સાક્ષી ઝાએ કહ્યું કે, 'હાય, હું સાક્ષી છું અને હું એક મેન-હેટર છું. અસલમાં મને પુરુષોનો ઇગો(અહંકાર) તોડવામાં મજા આવે છે. મારા મિત્રો કહે છે કે, સાક્ષી તું બહુ લેમ(નકામી) છે. ઠીક છે, હું છું. મને લાગે છે કે, હું મોટી માણસ બની જ ન શકું… હું ગમે તેટલો પ્રયત્ન કરું, કારણ કે હું એક સ્ત્રી છું ને યાર, અને આ જનરેશનમાં સ્ત્રી હોવું એ એક ટ્રોમા(માનસિક આઘાત) છે. હું સાચે જ કોઈ જ્ઞાતિથી નફરત નથી કરતી, પણ પુરુષોથી નફરત કરું છું. પુરુષોને આવડે છે શું, એવા વટમાં ફરે છે કે હું મર્દ છું. સાચે જ? શું તમે તમારા પિતાના ગર્ભમાંથી પેદા થયા હતા? તમને જન્મ આપનારી એક સ્ત્રી હતી, બરાબર ને? હું મારા પપ્પા અને ભાઈને પણ એટલે પસંદ નથી કરતી કારણ કે તેઓ પણ પુરુષો છે.'
સાક્ષી ઝા પોતાના પિતા અને ભાઈને પણ કરે છે નફરત
હોસ્ટ સમય રૈના અને જજ તન્મય ભટ્ટ, વિશાલ દદલાની, રઘુ રામ અને યશરાજ મેહરાએ તેની વાતો સાંભળીને તેને 0 પોઇન્ટ્સ આપ્યા હતા. આ રીતે સાક્ષી આ શોની પહેલી એવી સ્પર્ધક બની, જેને તમામ જજ તરફથી ઝીરો પોઇન્ટ્સ મળ્યા. આ દરમિયાન તન્મય ભટ્ટે સાક્ષીને પૂછ્યું કે પુરુષો વિશેની તેની આ વિચારસરણી પર તેના પિતાનું શું રિએક્શન હતું? સાક્ષીએ જવાબ આપ્યો કે, 'હું તેમને પણ નફરત કરું છું. તે મારા પિતા છે, પરંતુ તે એક પુરુષ પણ છે. હું મારા દાદાજીને પણ નફરત કરું છું, અને તે મને નફરત કરે છે, કારણ કે મને તેમનો પૌત્ર એટલે કે મારો ભાઈ પસંદ નથી.'
લેટેન્ટ 2ના સ્ટેજ પર બિહારી લોકોનું કર્યું અપમાન
વાતચીત દરમિયાન સાક્ષીએ બિહારના લોકો વિશે પણ ઘણી મજાકિયા અને અપમાનજનક વાતો કહી હતી. આ એપિસોડ પ્રસારિત થયાના થોડી ક્ષણો બાદ સોશિયલ મીડિયા પર સાક્ષીની ઓડિશન ક્લિપે ભારે હોબાળો મચાવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેની વાતોની આકરી ટીકા કરી છે. સાક્ષીએ કહ્યું હતું કે, ત્યાંના પુરુષો સારા નથી હોતા, અને આ કારણે તે તેમને પસંદ નથી કરતી.









