Astro

વાંચો તમારું 18 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ જણાવે છે કે મેષ રાશિના જાતકો પોતાની બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકે છે. કર્ક રાશિના લોકોને ધંધામાં આવક અને પારિવારિક કામમાં સરળતા રહેશે. કન્યા રાશિના લોકોને કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ન કરવાની સલાહ છે. કુંભ રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવશે. મીન રાશિના લોકોને કાર્યભાર વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 18 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપની મહેનત-અનુભવ-આવડત-બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામનો ઉકેલ આવતાં રાહત જણાય.
વૃષભ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
મિથુન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર જણાય.
કર્ક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. કૌટુંબિક-પારિવારિક કામમાં સરળતા રહે.
સિંહ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. રાજકીય-સરકારી કામ અંગેની મુલાકાત થાય.
કન્યા : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ કરવી નહીં. ખર્ચ-ખરીદી જણાય.
તુલા : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી લાભ-ફાયદો રહે.
વૃશ્ચિક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. પરંતુ સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે પણ વ્યસ્તતા રહે.
ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
મકર : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
કુંભ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
મીન : નોકરી-ધંધાની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર-દોડધામમાં વધારો થાય.

  • અગ્નિદત્ત પદમનાભ