Get The App

ઇરફાન ખાનની આપાયેલી શ્રદ્ધાંજલિઓ

ઇરફાનની અંતિમ વિદાય એ ફિલ્મ જગતની મોટી ખોટ પડી - મોદી

Updated: Apr 29th, 2020

GS TEAM

Google News
Google News
ઇરફાન ખાનની આપાયેલી શ્રદ્ધાંજલિઓ 1 - image


વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇરફાનની અંતિમ વિદાય એ ફિલ્મ જગતની મોટી ખોટ પડી.તે તેના શાનદાર અભિનય માટે સદાય લોકોના હૃદયમાં જીવંત રહેશે. કલાકારના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. 

ભારતીય ગૃહમંત્રિ અમિત શાહ

ઇરફાનના નિધનના સમચાાર જાણીને બહુ દુઃખ થયું છે. તે એક કમાલનો અભિનેતા હતો. જેણે પોતાની શાનદારઅદાકારીથી પૂરી દુનિયામાં લોકપ્રિયતા મેળવી. તે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સફળ કલાકારમાંનો એક હતો. તેના અવસાનથી ભારતે એક સારો વ્યક્તિ ગુમાવ્યો છે.હું ઇરફાન ખાનના પરિાર અને તેના પ્રશંસકો માટે પ્રાર્થના કરું છું. 

પ્રકાશ જાવેડકર

ઇરફાન ખાન વર્સેટાઇલ એકટર હતો. તેના નિધાનના સમાચાર સાંભળી બહુ દુઃખ થયું. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકોને મારા તરફથી આશ્વાસન.ઓમ શાન્તિ

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરએ ઇરફાનને  શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક મહેનતુ અને ઓલરાઉન્ડર અભિનેતા ગુમાવ્યો છે. તેમનામાં એક ઉત્તમ વ્યક્તિત્વ પણસમાયું હતું. કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતો હોવા છતાં તેમણે હાર્યા વગર સકારાત્મકતાથી વાસ્તવ સ્વીકાર્યું  હતું. દુર્ભાગ્યથી મોત તેમને આપણી પાસેથી ખેંચીને લઇ ગઇ અને અભિનયની સફર થંભી ગઇ. 

રાહુલ ગાંધી

ઇરફાનના અવસાનના સમાચાર સાંભળી મને બહુદુઃખ થયું છે. તે એક પ્રતિભાવાન કલાકાર હતો અને તેણે ભારતીય સિનેમાની દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી. તે હંમેશા પોતાના વ્યક્તિત્વ માટે યાદ કરવામાં આવશે. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.

અમિતાભ બચ્ચન

ઇરફાનના નિધનના સમચારબહુ જ દુખઃદ અને પરેશાન કરનારા છે. એક અદભૂત ટેલન્ટ, ગરિમામયી સહકર્મી હતો. સિનેમાની દુનિયામાં સક્રિય  યોગદાન આપનારો વ્યક્તિ આપણને બહુ જલદી છોડી જતો રહ્યો. 

શૂજિત સરકાર

શૂજિતે ટ્વિટ કરતાં કહ્યું હતુ ંક્, મારા પ્યારા મિત્ર ઇરપાન. તુ મારી સાથે બહુ લડયો ઝઘડયો છે. મને તારા પર હંમેશા ગર્વ રહેશેય આપણે ફરી મળીશું. સુતાપા અને બાબિલને સંવેદા. સુતાપા તારો ધન્યવાદ તું ઇરફાનની આ મુશ્કેલીભરી પળોમાં સતત સાથે જ હતી. 

અક્ષય કુમાર

ઇરફાનની અંતિમ વિદાયના સમાચાર જાણીને બહુ દુઃખ થયું છે. બહુ જ ખરાબ સમાચાર છે.અમારા સમકાલીન કલાકારોમાંનો એક ઉત્તમ કલાકાર. ઇશ્વર આ દુખની ઘડીમાં તેના પરિવારને હિંત આપે અને સંભાળે.

અજય દેવગણ

ઇરફાનના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને વ્યથિક થઇ ગયો છું. ભારતીય સિનેમા માટે અપૂર્ણિય ક્ષતિ છે. તેની પત્ની અને પુત્રોને ભગવાન હિંમત આપે, શ્રદ્ધાંજલિ ઇરફાન

પ્રિયંકા ચોપરા

તમે જે પણ પાત્ર ભજવ્યું તેમાં અદભૂત કરિશ્મા અને જાદુ લાવતા હતા. તમારી ટેલન્ટ તો કેટલાયની માર્ગદર્શન બની છે. તમે અમારા જેવાઓ કેટલાયને પ્રેરણા આપી ે. ઇરફાન ખાન તમારી બહુ યાદ આવશે. પરિવારને આશ્વાસન.

આમિર ખાન

અમારા પ્રિય સહકર્મી ઇરફાનના અવસાનના સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું છે. તેનામાં ગજબની પ્રતિભા બતી. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ મારી સંવેદના. તે તારા કામ દ્વારા અમારા જીવનમાં જે ખુશી લાવી છે તે માટે તારો બહુ આભાર.તમે હંમેશા યાદ કરવામાં આવશે.

શાહરૂખ ખાન

શાહરૂખે ટ્વિટ કરતાં કહ્યું હતું કે, અમારા સમયનો મારો મિત્ર,મારો આદર્શ અને એક ગ્રેટેસ્ટ અભિનેતા. તારા આત્માની શાંતિ માટે અલ્લાહ પાસે દુઆ માંગુ છું. તું અમને બહુ યાદ આવીશ. તારો ચહેરો સદાય નજર સામે તરવરશે. 

અનુપમ ખેર

ઇરફાનના નિધનના સમચાર બહુ જ દુઃખદ છે.અમે અભિનયના પ્રશિક્ષણ દરમિયાન સાથે જ હતા. આજનો દિવસ બહુ જ દુઃખદ છે. તું એક વન્ડરફુલ વ્યક્તિ હતો. તારા આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના

શાહિદ કપૂર

ઇરફાનના નિધનના સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું છે. મેં તેની પાસેથી ફક્ત સ્ક્રિન સ્પેશ કરીને બહુ શીખ્યું છે. તે એક પ્રતિભાશાળી અભિનેતા હતો. વાસ્તવમાં તે બહુ જલદી આ દુનિયામાંથી જતો રહ્યો.

આ ઉપરાંત તાપસી પન્નુ, સની દેઓલ, બોમન ઇરાની, બોની કપૂર, જોની લિવર, પરિણિતિ ્ચોપરા, રવિના ટંડન, જોન અબ્રાહમ, કિઆરા અડવાણી,

Tags :