ટાઇગર શ્રોફ સિલ્વેસ્ટર સ્ટેલોન અને ટોની ઝા સાથે હોલીવૂડ ફિલ્મમાં જોવા મળશે

આ એક ગ્લોબલ એકશન ફિલ્મ બને તેવા પૂરા પ્રયાસ કરવામાં આવશે
મુંબઇ: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલ ટાઇગર શ્રોફ, સિલ્વેસ્ટર સ્ટેલોન અને ટોની ઝાની ત્રિપુટી એક એકશન ફિલ્મમાં જોવા મળશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. આ એક પૈન-વર્લ્ડ એકશન ફિલ્મ બનાવવાના પૂરા પ્રયાસ થઇ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ એક વૈશ્વિક યોજના છે જેને બહુભાષી ફિલ્મના રૂપે બનાવવામાં આવશે.આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ ૨૦૨૬ના રોજ શરૂ કરીને સપ્ટેમ્બરમાં પુરુ કરવાની યોજના છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે કહ્યું હતું કે, સિલ્વેસ્ટર સ્ટેલોન અને ટોની ઝા સાથે તો પહેલા જ વાતચીત થઇ ગઇ છે. હવે ટાઇગર શ્રોફ પણ હવે આ ફિલ્મમાં કામ કરે તેવી પૂરી શખ્યતા છે. ફિલ્મનું દિગ્દર્શન ભારતીય દિગ્દર્શક કરશે તેવી પણ વાત છે. પરંતુ ફિલ્મને લઇને સઘળી બાબતો ગુપ્ત રાખવામાં આવી છે. રસપ્રદ છે કે, જો સઘળું સમૂસુથરું પાર પડશે તો ટાઇગર શ્રોફ આ ફિલ્મ દ્વારા હોલીવૂડમાં ડેબ્યુ કરશે. જ્યારે સ્ટેલોન અને ટોની ઝા એ એકશન ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરશે. જોકે ભૂતકાળમાં સ્ટેલોને કમ્બક્ત ઇશ્કમાં કેમિયો કર્યો હતો.









