Entertainment

રૂકમણિ વસંથના અશ્લીલ વીડિયો બનાવનાર ત્રણ પકડાયા

By GS Team
21 Jun 20261 min read
રૂકમણિ વસંથના અશ્લીલ વીડિયો બનાવનાર ત્રણ પકડાયા

- કાંતારાની અભિનેત્રીને બદનામ કરવાનો  પ્રયાસ 

- એઆઈની મદદથી બનાવેલા અશ્લીલ વીડિયો અને તસવીરો વાયરલ કર્યા 

મુંબઈ : કર્ણાટક સાયબર કમાન્ડે અભિનેત્રી રુકમણિ વસંથના એઆઈ આધારીત અશ્લીલ વીડિયો અને તસવીરો બનાવીને વિતરીત કરવા બદલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. ફિલ્મ 'કંતારાઃ એ લેજન્ડ ચેપ્ટર-૧'માં પોતાના રોલ માટે પ્રસિદ્ધ અભિનેત્રીની બેંગલુરુ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.પકડાયેલા આરોપીઓ પાસેથી તપાસકર્તાઓને જાણ થઈ કે અભિનેત્રીને અપમાનજનક ઢંગથી રજૂ કરવા અને તેની જાહેર છબી ખરાબ કરવાના ઈરાદા સાથે સોશિયલ મીડિયા પર છેડછાડ કરાયેલા વીડિયો શેર કરવામાં આવ્યા હતા. પોલીસે અશ્લીલ સામગ્રીના પ્રસાર અને મહિલાના સન્માનને હાનિ પહોંચાડવા સાથે સંકળાયેલા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી. 

અધિકારીઓએ જણાવ્યું કે આ કૃત્યથી રુકમણિની ગોપનીયતાનું ઉલ્લંઘન થયું હતું, તેના પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હતી અને તેને માનસિક ત્રાસ થયો હતો. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા અને હાલ વધુ તપાસ ચાલી રહી છે.