Entertainment

‘આ બબાલ ખતમ થઈ જશે’, કંગના સાથેના વિવાદ પર તાપસી પન્નુનો સીધો જવાબ

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત અને તાપસી પન્નુ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ છે. તાપસીએ નેટફ્લિક્સ ફિલ્મ 'ગાંધારી'ના ટ્રેલર લોન્ચ પર જણાવ્યું કે, જ્યારે મીડિયા અને લોકો તેમને એકબીજા વિશે પૂછવાનું બંધ કરશે, ત્યારે આ વિવાદ આપોઆપ પૂરો થઈ જશે. 2019માં શરૂ થયેલ આ ખટરાગમાં કંગનાએ તાપસીને 'સસ્તી કોપી' અને 'B-ગ્રેડ એક્ટ્રેસ' કહી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

‘આ બબાલ ખતમ થઈ જશે’, કંગના સાથેના વિવાદ પર તાપસી પન્નુનો સીધો જવાબ

Taapsee Pannu Kangana Ranaut Controversy: બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત અને અભિનેત્રી તાપસી પન્નુ વચ્ચેનો ખટરાગ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. વધી રહેલા વિવાદ વચ્ચે તાપસી પન્નુએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યારે મીડિયા અને લોકો, એ બંનેને એકબીજા સાથે જોડાયેલા સવાલો પૂછવાનું બંધ કરશે, ત્યારે આ વિવાદ આપોઆપ પૂરો થઈ જશે.

કંગના સાથેની લડાઈ પર તાપસીનો વળતો પ્રહાર

તાપસી પન્નુ મંગળવારે પોતાની નેટફ્લિક્સ ફિલ્મ 'ગાંધારી'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં હાજર રહી હતી. જ્યાં તેને કંગના રણૌત વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. કંગનાએ તાપસીને 'સસ્તી કોપી' કહેવાથી લઈને અનેક આકરા પ્રહારો કર્યા હોવાથી તાપસીનો પક્ષ જાણવો જરૂરી હતો. જોકે, તાપસીએ ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું.

…તો મુદ્દો ક્યારનો પુર્ણ થઈ ગયો હોત

તાપસીએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, 'આ મુદ્દો ક્યારનોય પૂરો થઈ ગયો હોત, જો તમે લોકો વારંવાર આ બાબતો અંગે સવાલો પૂછવાનું બંધ કરી દીધું હોત. તમે આ વાત પૂરી કેમ નથી થવા દેતા? જ્યારે કોઈ આ સવાલ અમને બંનેને પૂછવાનું બંધ કરશે, ત્યારે આ બબાલ પણ પૂરી થઈ જશે. તમને બધાને આ બધું જોવામાં મજા આવી રહી છે, એટલે જ આવા સવાલો પૂછી રહ્યા છો. જો તમે આવા સવાલો પૂછવાનું બંધ કરી દો તો આ બાબત ઘણા સમય પહેલા જ પૂરી થઈ ગઈ હોત.'

કેવી રીતે શરૂ થયો હતો કંગના-તાપસી વિવાદ?

આ વિવાદ વર્ષ 2019માં ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ના ટ્રેલર વખતે શરૂ થયો હતો, જે આજે પણ ચાલી રહ્યો છે. તાપસીએ ટ્રેલરના વખાણ કર્યા હતા, પરંતુ ફિલ્મની મુખ્ય અભિનેત્રી કંગનાનું નામ લેવાનું ભૂલી ગઈ હતી. ત્યારપછી કંગનાની બહેન રંગોલીએ તાપસીને કંગનાની 'સસ્તી કોપી' કહી હતી. વર્ષ 2020માં કંગનાએ તાપસી માટે 'B-ગ્રેડ એક્ટ્રેસ' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

તાજેતરમાં જ તાપસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે કંગનાને ક્યારેય મળી નથી અને કંગના પ્રત્યે તેનો અભિપ્રાય તેના ઉછેર અને વાત કરવાની શૈલી પર આધારિત છે. આ સાંભળીને કંગનાએ તાપસી પર તેના ઉછેર પર સવાલ ઉઠાવવાનો આરોપ લગાવીને આકરા પ્રહારો કર્યા હતા.